આખરે અમરેલી જિલ્લાના ખેડુતો માટે ભાજપ જિલ્લા પ્રમુખ હિરેનભાઈ દ્વારા ર૦૧૮નો પાક વિમો રૂા. ર૦૦ કરોડ મંજુર કરાવતા રાજુલા જાફરાબાદ ખાંભાના ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
ગત ચોમાસા અનિયમિત વરસાદના કારણે અમરેલી જિલ્લાના ખેડુતોની બબ્બે વખત વાવેલ પાક સદંતર નિષ્ફળ ગયેલ જેમાં ગત સમયમાં જિલ્લાના ત્રણ તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતાં. આ સિવાય બાકીના આઠ તાલુકામાં આવી જ પરિસ્થિતિને ધ્યાનમાં લેવા અને નબળા ચોમાસાને કારણે જેમા વધુમાં જિલ્લાના એકદમ પછાત ગણાતા તાલુકા રાજુલા જાફરાબાદ ખાંભાની રજૂઆત જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરાએ સમગ્ર પરિસ્થિતિથી રાજય સરકારને વાકેફ કરેલથી વર્ષ ર૦૧૮ નોકરી પાક વિમો રાજય સરકાર દ્વારા મંજુર થયેલ છે. જેમાં મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના આઠ તાલુકામાં પાક વિમાની રકમ રૂા. ર૦૦ કરોડ જેવી જંગી રકમ ખેડુતોના હીતમાં મંજુર કરેલ છે, આમ રાજકીય લાભ ખાટવા જિલ્લામાં રાજકીય ખેંચતાણ જોવા મળતી હોય પરંતુ ચાલુ વર્ષે ખેડુતોની ખેતી પાક બાબતે પરિસ્થિતિને જિલ્લાના તમામ આગેવાનોએ એક થઈ ખેડુતોના પ્રશ્નોની આવેલ રજુઆતોમાં હીરાભાઈ સોલંકીએ જિલ્લા એકદમ પછાત ગણાતા છેવાડાના ત્રણ તાલુકા રાજુલા જાફરાબાદ ખાંભા સહિત આઠ તાલુકાની રજુઆત જિલ્લા ભાજપ પ્રમુખ હિરનભાઈ હિરપરાને જાણ કરતા હિરેનભાઈએ આ તમામ રજૂઆત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને, કેન્દ્રીય મંત્રી રૂપાલા, સાંસદ નારણભાઈ કાછડીયા, બાલુભાઈ ઉધાડ, દિલીપભાઈ સંઘાણી, માજી કૃષી મંત્રી વિધિ વધાસીયા સહિતના જિલ્લાના આગેવાનો સાથે મળીને રજૂઆતને ખેડુતો માટેના હિતખાતર આઠ તાલુકાને રૂા. ર૦૦ કરોડ મંજુર થતા જિલ્લાના તમામ તાલુકાના ખેડુતોમાં ખુશીનો માહોલ જેવા મળી રહ્યો છે.