સલમાન ખાન પ્રોડક્શન હાઉસ બાદ હવે ખુદની ટીવી ચેનલ શરૂ કરશે

664

બોલિવુડ એક્ટર સલમાન ખાન ફક્ત બોલિવુડનો જ સુપરસ્ટાર નથી પરંતુ ઘણા લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ સક્રિય છે. ટીવી પર તે બિગ બોસ જેવા શોને હોસ્ટ કરે છે જેની પોપ્યુલારિટી ખૂબ વધુ છે. આટલું જ નહીં પ્રોડક્શન કંપની જીદ્ભ્‌ફના બેનર હેઠળ ધ કપિલ શર્મા શોનું નવું સીઝન બન્યું છે. પરંતુ ખબર એવી આવી રહી છે કે સલમાન ખાન હવે કંઈક મોટું કરવાનો પ્લાન કરી રહ્યો છે. તે પોતાની ચેનલ લોન્ચ કરવાની તૈયારીમાં છે.સૂત્રોના જણાવ્યા અનુસાર સલમાન ખાન નવી ટીવી ચેનલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. તે માટે તેને ધણા બધા કંન્ટેન્ટની જરૂર છે. તેનુ પ્રોડક્શન હાઉસ જીદ્ભ્‌ફ કપિલ શર્મા શોનું નિર્માણ કરી રહ્યું છે. તેની ફિલ્મ કંપનીનું નામ સલમાન ખાન ફિલ્મસ છે. હવે તેણે બીજા ટેલિવિઝન શોનું પ્રોડક્શન કરવાનું શરૂ કરી દીધું છે. જો તેમને લાઈસન્સ મળી જાય તો તે કપિલ શર્મા શોને પોતાના ટીવી ચેનલમાં શિફ્ટ કરી શકે છે.

આટલું જ નહીં સલમાન ખાન પોતાના ફાઉન્ડેશન મ્ીૈહખ્ત ૐેદ્બટ્ઠહ બાદ હવે મ્ીૈહખ્ત ઝ્રરૈઙ્મઙ્ઘિીહના નામથી વધું એક ફાઉન્ડેશન ખોલવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફાઉન્ડેશનને બાળકોના અભ્યાસ, સ્કૂલ અને ભરણ પોષણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું છે. સલમાન ખાન ફક્ત એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી પર જ પૈસા નથી લગાવવા માંગતા. તે તે આ પ્રકારના ફાઉન્ડેશનને લઈને અગ્રસર છે. આ ફાઉન્ડેશનની વાત કરવામાં આવે તો તેની પ્લાનિંગ ચાલી રહી છે.

Previous articleએડલ્ટ ફિલ્મ સ્ટાર મિયા ખલીફાએ સગાઇ કરી
Next articleપંત સારું પ્રદર્શન કરશે તો ભારતીય ટીમમાં સ્થાન માટે પ્રબળ દાવેદાર : રિકી પોન્ટિંગ