પિતા સુનિલ દત્તની જેમ એક્ટર સંજય દત્ત પણ રાજનિતીમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહિ છે. ૫૯ વર્ષનાં અભિનેતા સંજય દત્ત આગામી લોકસભા ચૂંટણી લડી શકે છે. જાણવા મળતી માહિતી પ્રમાણે સંજય દત્ત ઉત્તરપ્રદેશની ગાઝીયાબાદ લોકસભા સીટથી ચૂંટણી લડશે. સમાજવાદી અને બહુજન સમાજ પાર્ટી સંજય દત્તને પોતાનાં પક્ષમાં સામેલ કરવાનો પ્રયત્ન કરી રહિ છે. જો કે આ મામલે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
રસપ્રદ વાત એ છે કે સંજય દત્તે ૨૦૧૩માં અરશદ વારસી.વિવેક ઓબેરોય,મિનીષા લાંબાની સાથે જિલા ગાઝીયાબાદ નામની ફિલ્મમાં કામ કર્યુ હતું. થોડા સમય પહેલા સંજય દત્તે સમાજવાદી પાર્ટી જોઇન કરી હતી. જો કે સંજય દત્ત વધારે સમય સપા સાથે જોડાયેલી રહ્યા નહિં. ત્યારે સંજુ બાબાએ જણાંવ્યું હતું કે પોલીટીક્સની દુનિયા બેહદ અલગ છે.
મહત્વનું છે કે સંજય દત્તનાં પિતા સુનિલ દત્ત અભિનેતા હોવાની સાથે કોંગ્રેસનાં સાંસદ તેમજ કેન્દ્રમાં રમત-ગમત પ્રધાન રહિં ચુક્યા છે. સંજયની બહેન પ્રિયા દત્ત પણ મુંબઇ થી લોકસભા સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા હતાં. આ વખતે પણ કોંગ્રેસે તેમને લોકસભા ટીકીટ આપી છે.સંજય દત્તની માતા નરગિસ દત્ત પણ ૧૯૮૦માં રાજ્યસભા માટે નોમિનેટ થયા હતાં.