ગાંધીનગર જિલ્લામાં ઓગષ્ટમાં વરસાદી વાતાવરણ વચ્ચે વકરેલા સ્વાઇન ફ્લુનો રોગચાળો સપ્ટેમ્બરમાં પણ આગળ વધી રહ્યો છે.
ચોમાસાની સીઝન અને વરસાદ લગભગ પુરો થઈ ગરમી પડી રહી છે છતાં સ્વાઈન ફલુ અટકવાનું નામ લેતો નથી. ત્યારે રવિવારે ગાંધીનગર શહેરનાં ૨ તથા દહેગામ અને કરાઇમાંથી બે કેસ મળી કુલ ૪ નવા કેસો સામે આવ્યા હતા.
આરોગ્ય વિભાગનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર સેકટર ૨૮માં રહેતા ૨૬ વર્ષિય યુવાન, સેકટર ૧સીનાં યુવાન, કરાઇનાં ૨૪ વર્ષિય યુવાન તથા દહેગામનાં અમરપુરા ભારતીની ૨૧ વર્ષિય યુવતીનો સ્વાઇન ફ્લુનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ત્યારે જિલ્લામાં કુલ પોઝીટીવને આંક ૧૬૫ થયો છે.
સામાન્ય રીતે ગરમી વધતાં સ્વાઇન ફ્લુનાં કેસો ઘટતાં હોય છે. પરંતુ જિલ્લામાં તાપમાનનો પારો વધવા છતાં ૩૫ ડીગ્રીને પાર થવાં છતા કેસો વધી રહ્યા છે.