વ્હાઇટ-બૉલ ક્રિકેટ માટે હું અક્ષમ હોવાની માન્યતા ખોટી : આર. અશ્વિન

605

ભારતના પીઢ ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્રિ્‌વનને બે વર્ષથી મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં રમવાનો મોકો નથી મળ્યો જેને પગલે તેણે એક પત્રકાર પરિષદમાં પૂછવામાં આવતાં એવો ખુલાસો કરવો પડ્યો હતો કે ‘હું વ્હાઇટ-બૉલ ક્રિકેટમાં રમવા સમર્થ નથી એવી ઘણાની માન્યતા છે જે ખોટી છે. હું વ્હાઇટ-બૉલ ક્રિકેટમાં રમવા સક્ષમ છું. વ્હાઇટ-બૉલ ક્રિકેટમાં મારો રેકૉર્ડ ખરાબ તો નથી જ. રિસ્ટ-સ્પિનરોની આધુનિક જગતની વન-ડે મૅચોમાં વધુ જરૂર પડે એવું માનવું પણ ભૂલભરેલું છે.’

તમને એક જ ફૉર્મેટ (ટેસ્ટ) પર એકાગ્રતા રાખવાનો પડકાર કેવો લાગી રહ્યો છે? એવું પુછાતાં તેણે જવાબમાં એવું પણ કહ્યું હતું કે ‘છેલ્લે હું જૂન ૨૦૧૭માં ભારત વતી વન-ડે મૅચ રમ્યો હતો જેમાં મેં ૨૮ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

હું એવું પણ માનું છું કે મારા પર્ફોર્મન્સના મુદ્દે જ હું ઘણા લાંબા સમયથી મર્યાદિત ઓવરો માટેની ટીમની બહાર છું એવું નથી. ખરેખર તો ટીમની (સપ્લાય-ડિમાન્ડની) જરૂરિયાતને કારણે ટીમની બહાર છું. મર્યાદિત ઓવરોની ક્રિકેટ ટીમમાં ઘણા મહિનાઓથી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને લેવામાં આવે છે.

Previous articleધોની મહાન છે, તેમની સરખામણી મારી સાથે ના કરોઃ રિષભ પંત
Next articleચંદ્રાલા પાસે લોડીંગ રીક્ષામાંથી ૮૧ બોટલ વિદેશી દારૂ ઝડપાયો