વસ્ત્રદાન સાથે ૩૧ ડિસેમ્બરની ઉજવણી

640
bhav1-1-2018-2.jpg

ર૦૧૭ની સાલના અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બરની મોટાભાગના યુવાનો ડીજે, ડાન્સ અને ડિનર પાર્ટી સાથે કરતા હોય છે ત્યારે ઘોઘાના યુવા સંગઠને ગરીબોને વસ્ત્રદાન કરી ૩૧ ડિસેમ્બરની અનોખી ઉજવણી કરી હતી.
યુવા સંગઠન ઘોઘા દ્વારા ર૦૧૭ની સાલના અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બરની ઉજવણી અનોખી રીતે કરવા સંકલ્પ કર્યો અને યુવાનોએ ઠંડીની સિઝનમાં ઠુઠવાતા ગરીબ બાળકો, વૃધ્ધોને કપડા વિતરણનું આયોજન કર્યુ. જેમાં શહેરના જવાહર મેદાન, મોતીબાગ રોડ, હોસ્પિટલ બહાર તેમજ વિવિધ વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતા અને ઠંડીમાં ઠુઠવાતા ગરીબ બાળકો, વૃધ્ધો અને સ્ત્રીઓને પેન્ટ શર્ટ, સાડી, ધાબળા, ગરમ કપડા સહિતનું વિતરણ કર્યુ હતું અને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

Previous article ઘાંઘળી પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત : રના મોત, ૧ ગંભીર
Next article ઘોઘાના ખાંટડી ગામેથી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો જપ્ત