ઘોઘા પોલીસે મોડીરાત્રે ખાંટડી ગામે કુખ્યાત બુટલેગરના વાડી-મકાનમાં દરોડો પાડી મોટી માત્રામાં વિદેશ શરાબ, વાહન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બનાવ સમયે આરોપીઓ નાસી છુટવામાં સફળ રહ્યાં હતા.
૩૧ ડિસેમ્બરને લઈને શહેર-જિલ્લામાં કાયદો-વ્યવસ્થા ચુસ્તપણે જળવાઈ રહે તથા કેફી પદાર્થોનું સેવન અને હેરાફેરી અટકાવવા માટે પોલીસ તંત્રના જવાનોને જિલ્લા પોલીસ તંત્રના જવાનોને જિલ્લા પોલીસવડાએ સુચનાઓ આપી હોય જે અન્વયે ઘોઘા પોલીસના જવાનો ચોક્કસ બાતમી આધારે ઘોઘા તાબેના ખાંટડી ગામે શનિવારે મોડીરાત્રે ખાંડી ગામે વાડી વિસ્તારમાં રહેતા અર્જુનસિંહ ખુમાનસિંહ રાયજાદા તથા ભરતસિંહ ચકુભા રાયજાદા આ કુખ્યાત બુટલેગરોના કબ્જા તળેથી ટ્રેક્ટરની ટ્રોલીમાં બે બાઈક મળી કુલ ૧૧,૬૦,૮૦૦નો મુદ્દામાલ કબ્જો કર્યો હતો. જ્યારે દરોડા દરમ્યાન બન્ને આરોપીઓ નાસી છુટવામાં સફળ રહ્યાં હતા. અત્રે નોંધનિય છે કે આ કુખ્યાત બુટલેગરો અવારનવાર વિના પાસ પરમીટે ઈંગ્લીશ દારૂના વેચાણ અર્થે પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. આ અંગે ઘોઘા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ.એમ. રાણાએ હાથ ધરી છે. આ કામગીરીમાં ઘોઘા પોલીસ મથકના એએસઆઈ એન.બી. ચુડાસમા, પો.કો. દશરથસિંહ ગોહિલ, પો.કો. મહાવિરસિંહ વાઢેર, અજીતસિંહ મોરી, હરેશભાઈ ચૌહાણ, કૃષ્ણરાજસિંહ નવલસિંહ, ભગીરથસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.