ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારમાં લોકસભા ચૂંટણી શાંતિમય માહોલમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી એસ. કે. લાંગાએ સરકારી રહેણાંક, વિશ્રામ ગૃહ, ડાક બંગલા વગેરેના વપરાશ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.
જેમાં આવી જગ્યાઓના વપરાશ પર સત્તાધિકારી પક્ષના સભ્યો કે ઉમેદવારો એકહથ્થુ અધિકાર ભોગવશે નહીં અને તમામ પક્ષના સભ્યો કે ઉમેદવારો તેનો ઉપયોગ કરી શકશે. ચૂંટણી પ્રચારમાં આવેલાં જે મહાનુભાવોને વિશ્રામગૃહ-અતિથિગૃહ વગેરેમાં રહેવાં માટે રૂમ ફાળાવવામાં આવ્યો હોય તથા તેમને ફાળવેલ વાહનને જ વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહનાં કમ્પાઉન્ડમાં રાખી શકાશે. રૂમની ફાળવણી ૪૮ કલાકથી વધુ સમય માટે એક વ્યક્તિને કરી શકાશે નહીં. તેમજ કોઈપણ મહાનુભાવો મતદાન પૂરુ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામ ગૃહ-અતિથિ ગૃહનાં કમ્પાઉન્ડમાં રોકાઇ શકશે નહી.
જિલ્લા ચૂંટણી અધિકારી લાંગાએ જણાવ્યું છે કે,‘ચૂંટણી કામગીરી સંભાળતા અધિકારી અથવા નિરીક્ષકોને જો સરકારી કે જાહેરસાહસોના વિશ્રામ ગૃહ-અતિથી ગૃહનાં રૂમ ફાળવેલ ન હોય તો જ રાજકીય પદાધિકારીઓ કે જે ઝેડ કક્ષાની સુરક્ષા કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા ધરાવતાં હોય તેમને જ ફાળવી શકાશે. તથા આ રાજકીય પદાધિકારીઓ ફાળવેલ મિલકતમાં રાજકીય પ્રવૃત્તિ હાથ ધરી શકાશે નહીં.’