દેશના પહેલા લોકપાલ બનશે સુપ્રિમ કોર્ટના પૂર્વ જ્જ પિનાકીચંદ્ર ઘોષ..!!

567

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ પિનાકીચંદ્ર ઘોષ (પીસી ઘોષ)નું નામ દેશના પહેલા લોકપાલ તરીકે ફાઇનલ કરી લેવામાં આવ્યું છે. સૂત્રો મુજબ, સોમવારે ઓફિશિયલ રીતે તેની જાહેરાત કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ પીસી ઘોષ હાલમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય છે. ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના મામલાઓ પર એક સ્વતંત્ર અને મજબૂત સંસ્થા સ્થાપિત કરવા માટે વર્ષ ૨૦૧૩માં લોકપાલ તથા લોકાયુક્ત બિલ પાસ કરવામાં આવ્યું હતું. ૧૬ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ આ બિલ લાગુ થયું હતું. જોકે, કેન્દ્રની મોદી સરકારના પાંચ વર્ષના કાર્યકાળમાં લોકપાલની નિયુકિત ન કરી શકી.લોકપાલની નિયુક્તિમાં થઈ રહેલા વિલંબને લઈને કોમન કોજ નામની એક બિન-સરકારી સંસ્થાએ (એનજીઓ) સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. પિટિશનકર્તા તરફથી રજૂઆત કરી રહેલા સીનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણે કોર્ટમાં અપીલ કરી હતી કે સરકારને વહેલી તકે લોકપાલની નિયુક્તિનો આદેશ આપવામાં આવે. પીઆઈએલ પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા  રંજન ગોગોઈની આગેવાનીમાં બેન્ચે મોદી સરકારને લોકપાલની નિયુક્તિને લઈને થઈ રહેલા વિલંબ અંગે કારણ પૂછ્યું હતું એન ૧૫ દિવસની અંદર જવાબ આપવા કહ્યું હતું.

૧૭ જાન્યુઆરીએ હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે લોકપાલની નિયુક્તિમાં વિલંબને લઈને કેન્દ્ર સરકાર પર ફટકાર વરસાવી હતી.

કોંગ્રેસના સીનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ બે દિવસ પહેલા લોકપાલની નિયુક્તિને લઈને સરકારને સાતમી વાર પત્ર લખ્યો હતો.

Previous article૨૦૨૫ બાદ પાકિસ્તાન ભારતનો જ એક ભાગ બની જશે : ઇન્દ્રેશ કુમાર
Next articleમોદીએ નામ પહેલા હવે ચોકીદાર ઉમેરતા ટોપના લીડરો મોદી માર્ગે