ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત ભાજપમાં જોડાવાની અફવાથી રાજકારણ ગરમાયું

478

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતને રવિવારે એકાએક દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. કામત ભાજપમાં જોડાવાના અફવા પાછળ હાઈકમાન્ડે તાબડતોબ તેમને દિલ્હી બોલાવ્યા હતા. જો કે ગોવાના પૂર્વ સીએમ કામતે ભાજપમાં જોડાવાની અટકળો અંગે રદીયો આપ્યો હતો. સૂત્રોના મતે કોંગ્રેસના દિગંબર કામત ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી અને તેમને ભાજમાં મોટો હોદ્દો આપવાની વિચારણા ચર્ચાઈ રહ્યું હતું. તાજેતરમાં ગોવાના સીએમ અને ભાજપના નેતા મનોહર પાર્રિકરની તબીયત લથડી હોવાથી ગોવામાંથી ભાજપની સરકાર ડગમગી હોવાના ભણકારા વાગી રહ્યા છે.

૨૦૦૫ સુધી કામત ગોવા ભાજપમાં બીજા ક્રમના ટોચના નેતા હતા પરંતુ તેઓ પક્ષ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા. કામત ૨૦૦૭થી ૨૦૧૨ સુધી ગોવાના મુખ્યમંત્રી પદે હતા. તેમણે ગોવા એરપોર્ટ ખાતે જણાવ્યું કે, ‘મારી દિલ્હીની યાત્રા વ્યક્તિગત છે અને હું બિઝનેસ ટ્રિપ માટે જઈ રહ્યો છું.’ ગોવાના પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ગીરિશ છોડંકરે કામત અંગે અફવા ફેલાવવા બદલ ભાજપ પર આક્ષેપ કર્યો હતો. ‘ભાજપના લોકો આવી ગંદી રાજરમત રમી રહ્યા છે અને કામત તેમજ કોંગ્રેસને બદનામ કરી રહ્યા છે,’ તેમ ગોવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું. બીજીતરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિનય તેંડુલકરે કામત ભાજપમાં જોડાશે કે કેમ તે મામલે કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

Previous articleઇન્ડોનેશિયાના પાપુઆમાં પૂરે વિનાશ વેર્યોઃ ૫૦થી વધુના મોત
Next article૨૦૨૫ બાદ પાકિસ્તાન ભારતનો જ એક ભાગ બની જશે : ઇન્દ્રેશ કુમાર