અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે ત્રણ દિવસીય ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ શો મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં દેશ-વિદેશના ર૦ હજારથી વધુ જાતના ફુલછોડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદીઓ આ શો નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા. ત્રણ દિવસ દરમ્યાન ગાર્ડન એન્ડ ફુલછોડના શોખીન લોકોએ પ્રદર્શન નિહાળવા અભૂતપૂર્વક ધસારો કર્યો હતો. લોકોના બહોળા પ્રતિસાદને લઈને આયોજકો ખુશ થયા હતા.