શામળદાસ આર્ટસ કોલેજનો ૧૩૪મો વાર્ષિક ઉત્સવ તા. ૧૬ને શનિવારે સવારે ૧૦-૩૦ કલાકે કોલેજના વિવ્કાનંદ સભાગૃહમાં યોજાયો.
આ વાર્ષિક ઉત્સવમાં ભાવનગર યુનિવર્સિટીના કુલસચિવ ડો. કૌશિકભાઈ ભટ્ટ તેમજ મૂખ્ય અતિથિ જયરાજસિંહ સરવૈયા જેઓ ચીફ કોચ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર હાજર રહ્યા હતાં. કોલેજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ-બહેનો, વિવિધ સ્પર્ધાઓમાં સ્થાન મેળવી કોલેજ અને યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે. એવા વિદ્યાર્થીઓ અને.સી.સી., એન.એસ.એસ. સાંસ્કૃતિક પ્રવૃત્તીમાં વિશેષ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ અને કોલેજના શ્રેષ્ઠ વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવેલ. ઈ.ચા. આચાર્ય ડો. કેયુર દસાડિયાએ વીદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી માટે આર્શિવચન આપેલ. ડો. જી.પી. જાડેજાએ ભુતપુર્વ વિદ્યાર્થીઓને યાદ કરી તેમનો ભવ્ય ભૂતકાળની વાતો તેમજ કોલેજના ઈતિહાસની વાત કરી. જયરાજસિંહ સરવૈયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપેલ તેમજ આગળની કારકિર્દી માટે આર્શિવચન પાઠવેલ. પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહિદ થયેલ સૈનિકોને શામળદાસ આર્ટસ કોલેજના અધ્યાપક અને ગ્રંથપાલ દ્વારા શહિદ્ય સૈનિક ટ્રસ્ટને રૂા. ૯૧૦૦૦/-ની રકમ આપેલ. નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. જે.પી. જોષી તેમજ ડો. એ.જી.ડુંગરાણીએ કરેલ તેમજ આભાર વિધિ ડો.જેબ.ી. ગોહિલે કરેલ.