તા.૧૮-૦૨-ર૦૧૯ થી ૨૪-૦૩-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

1150

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી રાશીપતી મંગળગ્રહનું ધન સ્થાનમાં દોઢ માસ માટે ભ્રમણ થઈ રહ્યુ છે. તેથી વાણી વર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવી જરૂરી છે. કારણ કે ગુરૂ અને સુર્યગ્રહનો બંધનયોગ પણ અશુભફળ આપે છે. તેથી ધીરજ ધરવી જરૂરી બનશે.મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈર હેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી  સહકાર મળશે. યાત્રા પ્રવાસઅ ને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળીશ કે છે.અ ાપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી કાર્યસફળતાના યોગ આપી શકે છે. મંગળગ્રહનો દોઢ માસનો બંધન યોગ પૂર્ણ થાય છે. તેથી ચંદ્ર મંગળનો શુભ લક્ષ્મીયોગ મળે છે તેમ છતા શનિગ્રહની પનોતીનો સમય શરૂ માટે ઉતાવળા નિર્ણયોથી દુર રહેવું જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે ચિંતા મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળીશ કે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતિનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય મળી શકે છે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર રાહુનુ ભ્રમણ અને બારમા સ્થામિાં મંગળગ્રહનો દોઢ માસનો અશુભ બંધનયોગ ધીરજ ધરવાનું સુચવે છે. આવેશ અને ઉશ્કેરાટ મા કોઈ નિર્ણય ન લેવાય જાય તે જોશો હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિ સીક્કાનીબ ાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટઠે બુધવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય રહેશે..

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી બારમા સ્થાનમા રાહુનુ અશુભ ભ્રમણ કાલ્પનીક ભય અને નિર્બળ વિચારો આપી શકે છે. તેમ છતા ગુરૂ અને મંગળગ્રહની પ્રબળતા કપરા કાર્યો પણ સરળ બનાવીને કાર્ય સફળતાના યોગ આપી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં અન્યની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે સોમવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો ભ્રમણ ગુરૂ અને રાશી પતિ સુર્યગ્રહનો બંધનયોગ અશુભફળ આપે છે. તેથી શેખચલ્લીના વિચારોનો ત્યાગ કરવીને વાસ્તવિકતામા જીવવુ જરૂરી છે. લોભ અને લાલચમાં ન ધારેલી નિષ્ફળતામા જીવવુ જરૂરી છે. લોભ અને લાલચમાં ન ધારેલી નિષ્ફળતા મળી શકે છે. ધીરજ ધરવી જરૂરી છે.  મિલ્કત અને વિલવારસના કાર્ય્નું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિશ્વાસ કેળવવો જરૂરી છે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન  લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે, યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને કેતુગ્રહનો બંધનયોગ યથાવત અશુભફળ આપે છે. તેમ છતા સપ્તાહના મધ્યભાગથી મંગળગ્રહનો બંધનયોગ પુર્ણ થાય છે. તેથી હવે નસીબના સહારે યેનકેન પ્રકારે કાર્ય સફળતા મળશે માત્ર અપેક્ષા પૂર્ણ ન થાય. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં અડચણો મળીશ કે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતિનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય મળી શકે છે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆત શુભ રહેશે પણ મધ્યભાગથી દોઢ માસ માટે મંગળગ્રહનો અશુભ બંધનયોગ મળી રહ્ય છે. તેથી વાણીવર્તન અને જીદ્દી સ્વભાવ પર નિયત્રણ રાખવુ જરૂરી બનશે. મહત્વના નિર્ણય સ્વહસ્તે જ કરવા જરૂરી છે. નહીતો વિશ્વાસઘાત મળી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં સહીસિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે.  આર્થિક રીતે શુભ ફળ મળશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને વિદેશથી લાભ રહેશે. આપના માટે શુક્રવારના વ્રત અને નિત્ય સુર્યન અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાહુગ્રહના અશુભ બંધનયોગમા પણ કાર્યસફળતા મળી શકે છે. જન્મના ચંદ્ર ઉપર ગુરૂગ્રહ અને સપ્તાહના મધ્યભાગથી મંગળગ્રહની દ્રષ્ટિ ગજકેસરી અને લક્ષ્મીયોગનું નિર્માણ કરે છે. જે શુભફળ આપે છે માત્ર કાલ્પનિક ભયનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસઅ ને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો નિરાશા અને નિર્બળ વિચારનો ત્યાગ કરવાનું સુચવે છે. પનોતીનો કપરો સમય અને સુર્ય ગુરૂ ગ્રહના બંધનયોગમાં પણ સપ્તાહના મધ્યભાથી મંગળગ્રહનું રોગ શતરું સ્થાનમાં દોઢ માસનું ભ્રમણ ગમે તેવા રોગ શત્રું સામે વિજય આપવી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્ય્માં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ સુધરશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદમયી સમય રહેશે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ કાર્ય સફળતાના યોગ ઉત્તરોત્તર મળતા રહેશે. માત્ર આપની અપેક્ષાઓ વધુ રહેશે. જેન નિરાશાનું કારણ બની શકે છે. તેથી સંતોષીનર સદા સુખીને યાદ રાખશો તો નવા કાર્યોનું આયોજન પણ શકય બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકાર સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆત શુભ રહેશે. પણ મધ્યભાગથી મંગળગ્રહ દોઢ માસ માટે સુખસ્થાનમાં અશુભ બંધનયોગ આપે છે. તેથી આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે સચવવું જરૂરી છે. ગ્રતા અને જીદ્દી સ્વભાવથી દુ રહેવું. જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તેજોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરિસ્થિતી  અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી રાહુ ગ્રહનો અશુભ બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. તેમ છતા સપ્તાહના મધ્યભાથી પરાક્રમ સ્થાનમાં મંગળગ્રહનું શુભ ભ્રમણ કપરા કાર્યો પણ સરળ બનાવી શકે છે. માત્ર પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટેબ ુધવારના વ્રત અને વિષ્ણુભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

Previous articleબારડનું સસ્પેન્શન પાછુ નહી ખેંચાય તો મતદાનનો ઇન્કાર
Next articleGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે