ઘનશ્યામનગર પ્રા. શાળામાં બાળકો વિવિધ વનસ્પતિ તથા તેનાં પર્ણો વિશે જાણે તેવાં હેતુસર પર્ણ પ્રદર્શન ગોઠવવામાં આવ્યુ. જેમાં વિવિધ વનસ્પતિના પર્ણો જેવા કે વૃક્ષ, ક્ષુપ, છોડ, વેલા, તેમજ અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, ફુલ, ઔષધીય વનસ્પતિ, જંગલી વનસ્પતિ, કાંટાવાળી વનસ્પતિ, વિવિધ પ્રકારના ઘાસ, પાણીની વનસ્પતિ વગેરે પ્રકાર ની વનસ્પતિના પર્ણો. વિવિધ પ્રકારના પર્ણો જેવા કે સાદુ પર્ણ,સંયુકત પર્ણ, જાલાકાર શિલાન્યાસ, સમાંતર શિલાન્યાસ, વિવિધ કદના, વિવિધ આકારના (ખૂબ નાનાં, ખૂબ મોટા, ખૂબ લાંબા, ગોળ, ત્રિકોણાકાર, લંબગોળ, હૃદય આકાર, નળાકાર, તલવાર આકાર), દળદાર, કાંટાવાળા, અણીવાળા, વિવિધ પ્રકારના ખાંચાવાળા, વિવિધ પ્રકારની કિનારી(ધાર) વાળાં, વિવિધ પ્રકારની દાંડી વાળાં, વિવિધ રંગના, વિવિધ સ્વાદવાળા, વિવિધ ગંધશાળા, લીસા, ખરબચડા, સુંવાળા વગેરે અનેકવિધ પ્રકારના ૪૩૫ પ્રકારની વનસ્પતિના પર્ણો પ્રદર્શનમાં રજૂ કરેલ. શાળાના બાળવૈજ્ઞાનિકો મિતલ ચંદુભાઈ બારૈયા, અવની આણંદભાઈ ઢાપા અને મિતલ જીવણભાઈ મકવાણાએ સૌને સવિસ્તાર માહિતી આપેલ. આ બધા પર્ણોનું કલેક્શન ( સંગ્રહ) કરનાર શાળાના શિક્ષક વિનોદભાઈ મકવાણા અને રોહિતભાઈ બાટિયાએ માર્ગદર્શન પૂરું પાડેલ.