ધોલેરા તાલુકાના ભડિયાદ ગામ મુકામે આવેલ હઝરત પીર શહીદ મહેમુદશાહ બુખારી દાદાની દરગાહ આવેલ છે. ત્યાં દર વૃષની જેમ આ વર્ષે પણ દાદા બુખારીના ઉર્ષ નિમિત્તે ગુજરાતના અમદાવાદ, ધંધુકા, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર તથા ગુજરાતભરમાંથી પગપાળા મેદની ભડિયાદ મુકામે આવતા હોય છે. અમદાવાદના જમાલપુરથી પગપાળા મેદની તથા નિશાન જગન્નાથ મંદિરના મહંત દીલીપદાસજી દ્વારા દર વર્ષેની જમે આ વૃષે પણ પ્રસ્થાન કરાવવામાં આવેલ. આ મેદની અમદાવાદથી ધોળકા, કોઠ, ફેદરા, થઈ ભડિયાદ ગામે આવી પહોંચેલ રસ્તામાં મેદની (સંઘ) માટે ચા-નાસ્તા, જમવાનું જેવી વિવિધ સેવાના કેમ્પ જગન્નાથ મંદિ કનકલંગ), ચંડિનાથ મહાદેવ, કલીકુંડ પાશ્વનાથ મંદીર, સાથળ દલિત સમાજ દ્વારા કરવામાં આવે છે. ધોળકા મુકામે હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ધંધુકા મુકામે સુરેન્દ્રનગર, મોરબી, રાણપુર, બોટાદ જેવા વિસ્તારો માટે આવતા લોકો માટે પણ વિવિધ સમાજના લોકો દ્વારા સેવા પુરી પાડવામાં આવે છે. તા ૧૭-૩-ર૦૧૯ના રોજ ભડીયાદ મુકામે વિવિધ વિસ્તારમાંથી આવેલ પગપાળા મેદની અને નિશાન (ધજા) દલિત સમાજ તરફથી ત્યાર બાદ મુસ્લિમ સમાજ દ્વારા ચઢાવવામાં આવે છે. ૧૮-૩-ર૦૧૯ની રાત્રે દરગાહમાં શંદલ (ચંદન) વિધી ખાહિમ પરિવાર દ્વારા કરવામાં આવશે. અને તેમાં મોદી સમાજ દ્વારા ચઢાવવામાં આવતી ચાદરનું વિશેષ મહત્વ છે. વધુમાં દરગાહના ખાદિમ બાવુબાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તા. ૧૯-૩-૧૯ના ચાંદ-૧૧ના રોજ અગીયારમીનો સૌથ્ મોટો મેળો ભરવામાં આવનાર છે. આ મેળામાં ગુજરાતભરમાંથી લાખો લોકો ધુમાદાદ ધુમ બુખારીના નારા સાથે તેમની મનોકામના પુર્ણ કરવા માટે આ મેળા (ઉર્ષ)માં જિલ્લા વહિવ્ટી તંત્ર, ધંધુકા-ધોલેરા તાલુકા વહીવટી સ્ટાફ, આરોગ્ય વિભાગ, પાણી-પુરવઠા વિભાગ, એસ.ટી. વિભાગ જેવા વિભાગો દ્વારા મેળામાં આવતા લોકોને કોઈપણ જાતની અગવડ ન પડે તેમ ાટે સતત ખડે-પગે સેવા આપવામાં આવે છે.