ઓલ ઈન્ડિયા વાડો- કાઈ કરાટે ડો. એસોસીએશન દ્વારા ભાવનગર પબ્લીક સ્કુલ ખાતે કરાટેનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ભાવનગર જિલ્લા નિયામક સેનસાઈ : કલમ એચ. દવેના માર્ગદર્શન હેઠળ ગ્રેડેશન પરિક્ષાનુંઆયોજન કરેલ. જેમાં વિહાર રાવળ, નૈતિ ક ઠાઠાગર, અનસ લાખાણી અને અબ્દુલ્લાહ લાડા, કરાટેની પરીક્ષા આપી યેલ્લો બેલ્ટ મેળવી ભાવનગર પબ્લિક સ્કુલનું અને ભાવેણાનું ગૌરવ વધારેલ છે. ભાવનગર પબ્લિક સ્કુલમા કરાટેની તાલીમ લેનાર વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા વાડો-કાઈ કરાટે ડો. એસોસીએશન દ્વારા લેવાયેલ પરીક્ષા પાસ કરી યેલ્લો બેલ્ટો મેળવી સ્કુલનું અને ભાવેણાનું ગૌરવ વધાર્ય્ તે બદલ ભાવનગર પબ્લિક સ્કુલના ટ્રસ્ટીઓ અને આચાર્ય મોનાબેન ભટ્ટએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી બેલ્ટ તથા પ્રમાણપત્ર એનાયત કર્યા હતાં.