રાજ્યના નવા મહેસુલ મંત્રી કૌશિક પટેલે વિભાગની કામગીરીમાં ઝડપ અને લોકોને ન્યાય આપવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે. તેમણે જણાવેલ કે પ્રજાલક્ષી કામગીરી ઝડપી બને અને લોકોને તેમના કામમાં કયાંય અન્યાય ન થાય તે જોવા માટે વહીવટી તંત્રને સૂચના આપી છે. સચિવ કક્ષાએ આજે બેઠક બોલાવવામાં આવી છે. થોડા દિવસોમાં તમામ કલેકટરોની કોન્ફરન્સ કરી સમીક્ષા કરવામાં આવશે.