મહુવા એમ.એસ.બી.ની નર્મદાબેન કેશવજી વોરા પ્રા.શાળા નં.૧૬માં શાળાના વાર્ષિકોત્સવ-૨૦૧૯ અંતર્ગત ‘ફૂલડાંની ફોરમ-૪’ કાર્યક્રમ યોજાયેલ. મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણા, મહુવા નગર સેવા સદનના કાર્યકારી પ્રમુખ જીતેનભાઈ પંડ્યા તથા ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવેલ. મહુવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન વિક્રમસિંહ વાળાએ ખાસ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડેલ. શાળાની બાળાઓએ શિક્ષકોના માર્ગદર્શન નીચે તૈયાર કરેલ ગણપતિ વંદના, રેકર્ડ ડાન્સ, યોગ, ગુજરાતી ફ્યુઝન, ગ્રુપ ડાન્સ, દેશ ભક્તિ ગીત, રાજસ્થાની નૃત્ય સહિતની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે શાળાના શિક્ષકો નરોત્તમભાઈ સરવૈયા તથા કેતનભાઈ યાદવે કરેલ.