રાજુલાની એસબીઆઈ બેન્કમાંથી એકાદ વર્ષથી ડેબીટ કાર્ડ એટીએમ કાર્ડથી લોકો લૂંટાઈ રહ્યા છે શું છે આ ગોરખ ધંધા ચેમ્બર કોમર્સ પ્રમુખ બકુલભાઈ વોરા લાલઘુમ થયા અને હેડ ઓફીસે ભાવનગર રજુઆત કરી.
રાજુલા એસબીઆઈ બેંકમાં છેલ્લા એક વર્ષથી ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે. એટીએમ, ડેબીટ કાર્ડથી તેઓના ખાતામાંથી આપો આપ રૂપિયા ગયાબ થઈ રહ્યા છે. હિન્દી ભાષી કર્મચારીઓ ઓફીસરો કોઈ ગ્રાહકને જવાબ આપતા નથી આ બાબતે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા લાલઘુમ થયા છે. આને તે બેંકના ઓફીસરો સાઈબર ક્રાઈમ દ્વારા રૂપિયા ગાયબ થઈ રહ્યાનું કબુલે છે તો સાઈબ ક્રાઈમ બાબતે બેનકને સેફટી રાખવી જોઈએ અને ગાયબ થયેલ ગ્રાહકોના રૂપિયા બેંકે પરત આપવા જોઈએ તે હજી અપાતા નથી. આવા સંજોગોમાં એસીબીઆઈ જીલ્લાની તમામ શાખાઓમાંથી ગ્રાહકોને સેવીંગ ખાતા ખોલાવતા તમામ ગ્રાહકોને ફરજીયાત પણે એટીમકાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે.
તે સિવાય કેસ રીસીપ્ટની બારી ઉપર વિડ્રોલ ફોર્મ કે ચેક ના બદલે એટીએમ કાર્ડનો ફરજીયાત પણે અમલ કરવામાં આવી રહ્યો છે કે સલાહ ટ્રાન્જેકશન કરવાના હેતુથી બેંક દ્વારા એટીએમ અને નેટ બેકિંગ જેવી સુવિધાઓ ગ્રાહકોને ફરજીયાત આપવાથી અભણ અને શીક્ષક પ્રજાના રૂપિયા અવાર-નવાર છેતરપીંડી થતી રહે છે. ગ્રાહકો ઓટીપી આપતા ન હોવા છતાં પણ ગ્રાહકોના રૂપિયા ખાતામાંથી ઉપડી જાય છે. આવા સંજોગોમાં એસીબીઆઈ કોમ્પયુટર પ્રોગ્રામમાં કોઈપણ પ્રકારની ક્ષસી નિવારવા તથા ગ્રાહકોને બીન ગ્રંથી રીતે એટીએમ અને નેટ બેકીંગ સેવામાં ન જોડાવા અને ગ્રાહકોને નાણાની થતી છેતર પીંડીમાંથી રક્ષણ આપવા રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરાએ ભાવનગર રિજીયોનલ મેનેજરને ધારદાર રજુઆત કરી છે.