માવતર સંસ્થા દ્વારા વડિલો માટે રમત મહોત્સવ આયોજન કરાયું

756

યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ રમત મહોત્સવમાં મેયર મનહરભાઈ મોરી, શિક્ષણ રાજયમંત્રી વિભાવરીબેન દવે, ટી.વી. સીરીયલ તારક મહેતા  કા ઉલ્ટા ચશ્માના કાલકાર મયુરભાઈ વંકાણી, ક્રિકેટર હાર્વિક દેસાઈ, ધનરાજ પિલ્લાઈ, લક્ષ્મી યાદવ, જાહન્વી  મહેતા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.  રમત મહોત્સવ અંતર્ગત યોજવામાં આવેલ રમતોમાં ક્રિકેટ, દોડ, લીંબુ ચમચી, ચેસ, સહિતનીર મતોમાં વડિલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રમતમાં વડીલોને સન્માનીત કરાયા હતાં. માવતર સંસ્થા દ્વારા રમત મહોત્સવમાં ભાગ લેનાર વડિલો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ રમત મહોત્સવને સફળ બનાવવા માવતર સંસ્થાના હોદ્દેદારોએ સારી જહેમત ઉઠાવી હતી.

Previous articleજેસરના રબારીકા ગામમાંથી ઘાતક હથિયારો સાથે ૩ શખ્સ ઝડપાયા
Next articleદેશી બનાવટના તમંચા સાથે એક શખ્સ ઝડપાયો