વિકી કૌશલ પોતાની એક્ટિંગ કુશળતાના કારણે હાલમાં બોલિવુડમાં અને ચાહકોમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી ચુક્યો છે. તે ચાહકોના દિલોની ધડકન તરીકે રહ્યો છે. ખાસ કરીને યુવતિઓમાં તેની લોકપ્રિયકા અને ક્રેઝ વધી રહ્યો છે. જો કે હજુ સુધી તે અભિનેત્રી હરલીન સેઠીના પ્રેમમાં હતો. તેની સાથે ડેટિંગ કરી રહ્યો હતો. હરલીન પણ કેટલીક બોલિવુડ ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. હરલીન લવ બાઇટ્સ એન્ડ બ્રોકેન બટ બ્યુટીફુલ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. નવેસરના રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો વિકી કૌશલ અને તેની ગર્લફ્રેન્ડ હરલીન વચ્ચે સંબંધોમાં તિરાડ પડી ચુકી છે. હકીકતમાં હરલીને વિકીને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દેતા આ બાબત સપાટી પર આવી છે. ત્યારબાદથી આને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. બંને વિતેલા વર્ષોમાં ફિલ્મોના સ્ક્રીનિંગ, ડિનર ડેટ્સ અને અન્ય કાર્યક્રમોમાં સાથે નજરે પડી ચુક્યા છે. અત્રે નોંધનીય છે કે ઉરી ફિલ્મના પ્રમોશન વેળા બંને સાથે નજરે પડ્યા હતા. એવા અહેવાલ મળી રહ્યા છે કે બંનેના બ્રેક અપ થયા બાદ કેટલીક નવી ચર્ચા છેડાઇ હતી. એવુ પણ જાણવા મળી રહ્યુ છે કે વિકી કૌશલ કેટરીના કેફના કારણે હરલીનને હેરાન કરી રહ્યો છે. આની માહિતી હરલીનને લાગી ગઇ છે. જેથી હરલીને વિકી કૌશલ સાથે સંબંધ તોડી દેવાનો નિર્ણય કર્યો છે. જો કે આ અહેવાલમાં કેટલીક ખોટી માહિતી પણ હોઇ શક છે. કારણ કે આ અહેવાલ સોર્સ મારફતે આવી નથી. આ અહેવાલ અને અટકળો માત્ર એવા આધાર પર આવી રહી છે કે કોફી વિથ ધ કરણના શોમાં કેટરીના કેફે કહ્યુ હતુ કે પરદા પર તેની જોડી વિકી કૌશલની સાથે જામશે. જો કે હરલીને તેને અનફોલો કરવાની શરૂઆત કરી દીધી છે. આની પાછળ બ્રેક અપ સિવાય અન્ય કારણ પણ હોઇ શકે છે. વિકી કૌશલ હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. વર્ક ફ્રન્ટ પર વાત કરવામાં આવે તો વિકી કૌશલ રાકેશ શર્માની બાયોપિકમાં કામ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં તે પહેલા શાહરૂખ ખાન કામ કરનાર હતો. જો કે હવે શાહરૂખ ખાન ફિલ્મમાંથી નિકળી ગયો છે. વિકી કરણ જોહરની ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્તમાં પણ તે ખાસ રોલમાં જોવા મળનાર છે. ફિલ્મમાં કરીના કપુર, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, જાન્હવી કપુર, અનિલ કપુર અને ભૂમિ પેડનેકર કામ કરી રહી છે. ફિલ્મને લઇને તમામ કલાકારો આશાવાદી છે. કરણ જોહર ફિલ્મ બનાવી રહ્યા છે જેથી ફિલ્મ રોમાંચ રહેશે તેવી શક્યતા છે. વિકી કૌશલ હાલમાં બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક છે. ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી લીડ રોલમાં જોવા મળનાર છે. જાન્હવી કપુરને પણ શાનદાર ભૂમિકા મળી હોવાના હેવાલ મળ્યા છે. કરણ જોહર મોટા ભાગે મલ્ટીસ્ટાર ફિલ્મ બનાવવા માટે લોકપ્રિય રહ્યા છે.