રાજ્યના ડાંગ જિલ્લામાં રહેલા અને માર્ગ બાંધકામમાં મજૂરી કરનાર એથલીટ ગાવિત મુરલી કુમારે પટિયાલામાં આયોજીત ફેડરેશન કપ નેશનલ સીનિયરલ એથલેટિક્સ ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે પુરૂષોના ૧૦,૦૦૦ મીટર દોડ પોતાના નામે કરીને એશિયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઇ પણ કરી લીધું છે.
તેણે આ ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે પુરૂષોની ૫ હજાર મીટર દોડ પણ પોતાના નામે કરી હતી. તેણે રવિવારે ૨૯ મિનિટ ૨૧.૯૯ સેકન્ડની સાથે બીજો ગોલ્ડ મેડલ હાસિલ કરી લીધો છે. તેનો આ સમય એશિયન ચેમ્પિયનશિપના ક્વોલિફિકેશન માર્ક ૨૯ મિનિટ ૫૦ સેકન્ડથી સારો રહ્યો હતો.
ગુજરાત તથા ડાંગનું ગૌરવ વધારનાર ગાવિત મુરલી કુમાર સાપુતારા હિલ સ્ટેશનની પાસે એક ગામમાં રહે છે. આ ગોલ્ડ મેડલ જીતીને તેણે કહ્યું, રવિવાર અને શઆળાની વાર્ષિક પરીક્ષા તથા નવા સત્ર વચ્ચે બે મહિનાના સમયમાં પોતાના ઘરની પાસે રોડ નિર્માણમાં મજૂરીના રૂપમાં કામ કરતો હતો અને દરરોજ ૧૫૦ રૂપિયા કમાતો હતો. આ ૨૦૧૩ અને ૨૦૧૪ની વાત છે. હું આ રકમનો ઉપયોગ દોડવા માટે જૂતા ખરીદવામાં કર્યો હતો.