ચીનમાં ૨૦૧૪થી અત્યાર સુધી ૧૩૦૦૦ આતંકીઓની ધરપકડ કરાઇ..!!

532

ચીનની સરકારે ઇસ્લામિક ડી-રેડિકલાઇઝેશન પગલાંની વિગતો આપતા પોલીસી પેપર જાહેર કર્યા છે. જે અનુસાર, ઓથોરિટીએ વેસ્ટર્ન પ્રદેશ ઝિંજિયાંગમાં વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધી ૧૩,૦૦૦ આતંકીઓની ધરપકડ કરી છે. ચીનની અહીં વસતા ૧૦ લાખથી વધુ ઉઇગર અને અન્ય મુસ્લિમો પર થતી કાર્યવાહીને લઇને આતંરરાષ્ટ્રીય ક્ષેત્રે ટીકા થઇ રહી છે. યુનાઇટેડ નેશન્સ એક્સપર્ટ અનુસાર, ચીનમાં ઉઇગર મુસ્લિમો પર કાર્યવાહી માટે ડિટેન્શન સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે, જેમાં આ લોકો પર અત્યાચાર થાય છે. જ્યારે બીજિંગ આ કાર્યવાહીને ઇસ્લામિક આતંકવાદ વિરૂદ્ધની કાર્યવાહી ગણાવી રહ્યું છે. અધિકારીઓએ કહ્યું કે, આ પ્રકારના ડિટેન્શન સેન્ટર્સ હકીકતમાં વ્યવસાયિક ટ્રેનિંગ સેન્ટર્સ છે.

લીગલ ઓથોરિટીએ જે વ્હાઇટ પેપર રજૂ કર્યા છે તેમાં એક ચોક્કસ પોલીસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે અનુસાર, કરુણા અને ગંભીરતા વચ્ચે તીવ્રતાથી બેલેન્સ કરવામાં આવે.

૨૦૧૪માં ઝિંજિયાંગે ૧,૫૮૮ જેટલાં આતંકી જૂથો નષ્ટ કર્યા હતા, ૧૨,૯૯૫ આતંકીઓની ધરપકડ કરી હતી, ૨,૦૫૨ એક્સપ્લોઝિવ ડિવાઇસ નષ્ટ કરી હતી, ૩૦,૬૪૫ લોકોને સજા આપી હતી. આ ૩૦,૬૪૫ લોકો ગેરકાયદે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સંડોવાલેયા હતા અને ગેરકાયદે ધાર્મિક પ્રવૃત્તિઓને લગતી ૩૪૫,૨૨૯ કોપી જપ્ત કરી હતી.

Previous articleજેટ એરવેઝે અબુધાબીથી આવતી તમામ ફ્લાઇટ્‌સ અનિશ્ચિત સમય માટે બંધ કરી
Next articleમનોહર પર્રિકર જેવું અનોખુ વ્યક્તિત્વ નથી જોયુંઃ સારવાર કરતા ડોક્ટર્સની આંખો ભીની