મનોહર પર્રિકર જેવું અનોખુ વ્યક્તિત્વ નથી જોયુંઃ સારવાર કરતા ડોક્ટર્સની આંખો ભીની

457

ગોવાના મુખ્યમંત્રી અને દેશનાં પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરનું રવિવારે મોડી સાંજે નિધન થઇ ગયું. ૬૩ વર્ષનાં મુખ્યમંત્રી મુખ્યમંત્રી છેલ્લા એક વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. આ દરમિયાન તેમની સારવાર મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં પણ ચાલ્યું. પર્રિકરનું સારવાર કરનારા હોસ્પિટલની સર્જીકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટનાં ચેરમેન ડૉ. પી.જગન્નાથ ખુબ જ દુખી છે. જગન્નાથ તે દિવસને યાદ કરતા જણાવે છે કે તેઓ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૮નો દિવસ હતો. મને જાણવા મળી રહ્યું છે કે એક વીવીઆઇપીને ગોવાની લીલાવતી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. તેમને અગ્નાશય સંબંધિત કોઇ સમસ્યાની શંકા છે. વીવીઆઇપી હોવાનાં કારણે હોસ્પિટલે તૈયારી પુર્ણ કરી લીધી. હસતા હસતા એક વ્યક્તિ હોસ્પિટલમાં આવ્યો. તે મનોહર પર્રિકર હતા.

ડૉ. જગન્નાથ જણાવે છે કે, તેઓ દેખાવથી એકદમ ફ્રેશ લાગી રહ્યા હતા, કોઇ પણ ન કહી શકે કે તેઓ બિમાર છે. મોડી સાંજે જ્યારે તેમનો રિપોર્ટ આવ્યો તો હું થોડો દુખી હતો. તેમના અગ્નાશયમાં કેટલીક ઇજાઓ હતી. દુર્ભાગ્યથી અગ્નાશયનાં ચાઠાના શરૂઆતી લક્ષણ ખુબ જ ઓછા દેખાય છે. જગન્નાથે કહ્યું કે, મારા હૃદયમાં પર્રિકર માટે ખુબ જ સન્માન છે. એટલા માટે નહી કે તેઓ ગોવાના મુખ્યમંત્રી અને દેશનાં પુર્વ સંરક્ષણમંત્રી છે. પરંતુ એટલા માટે કારણ કે તેઓ ખુબ જ ઇમાનદાર, મહેનતુ અને લોકોનાં નેતા છે. તેમનાં જેવા સાચા નૈતિકતાવાળા નેતાઓ ખુબ જ ઓછા હોય છે. તેનું શિક્ષણ પણ ઘણુ જ સારુ રહ્યું, તેઓ આઇઆઇટીમાં અભ્યાસ કરી ચુકેલા છે. ગોવામાં તમામ લોકો તેમને ખુબ જ પ્રેમ કરે છે.

ડોક્ટર્સ કહે છે કે અમે કેટલાક રિપોટ્‌ર્સની પૃષ્ટી કરી અને અગ્નાશયની સારવાર ચાલુ કરી. તેમના પર સારવારની અસર સારી દેખાઇ રહી હતી. ડોક્ટર જગન્નાથ કહે છે કે જ્યારે તેઓ હોસ્પિટલમાં દાખલ હતા તો વડાપ્રધાન મોદી તેમની તબિયત પુછવા માટે આવ્યા. વડાપ્રધાન ખુબ જ પરેશાન દેખાઇ રહ્યા હતા. પર્રિકરે હસતા હસતા વડાપ્રધાનને કહ્યું કે, તેઓ માત્ર ગોવાના લોકોની સેવા કરવા માંગે છે. વડાપ્રધાને અમને કહ્યું કે, આ બિમારીની સારવાર માટે વિશ્વમાં જે પણ સૌથી શ્રેષ્ઠ હોય તે પર્રિકર માટે કરવામાં આવે.

ઇન્ટરનેશનલ હેપાટો પૈનક્રિએટો બાઇલેરી એસોસિએશનનાં અધ્યક્ષ હોવાનાં કારણે ન્યૂયોર્ક ખાતે મેમોરિયલ સ્લોઅન કેટરિંકંગમાં મારા કેટલાક સાથી ડોક્ટર્સ દ્વારા તેમની સારવાર માટે તૈયાર થઇ ગયા. ત્યાર બાદ પર્રિકરને ન્યૂયોર્ક લઇ જવાયા. ત્યાર બાદ તમામ વસ્તુ પર નિયંત્રણ હતું, અને તેઓ અહીં પરત પણ આવી ગયા.

ડોક્ટરનાં અનુસાર તેઓ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે પણ સતત રાજ્યનાં કામકાજમાં વ્યસ્ત રહેતા હતા. હોસ્પિટલમાં હોવા છતા તેમના સ્ટાફ સાથે રોજિંદી મીટિંગ અને ઓફીસનું કામ કરતા હતા. હું તેમને મળવા માટે ન્યૂયોર્ક ગયો તો જોયું કે તેઓ ત્યાં પણ કામ કરી રહ્યા હતા, પોતાના સ્ટાફ પાસે કેટલીક માહિતી માંગી રહ્યા હતા. તેઓ જ્યારે પણ ગોવાની બહાર હોય ગોવા જવા માટે તલપાપડ રહેતા હતા. તેઓ ગોઅન ફીશ કરીના શોખીન હતા.

સૌથી ચોંકાવનારી બાબત છે કે આટલા મેડિકલ સ્ટેટસ છતા પણ તેમણે ક્યારે પણ નારાજગી અથવા કોઇ દર્દનો ઉલ્લેખ નથી કર્યો. સામાન્ય રીતે આવા રોગનાં દર્દીઓ હું જ શા માટે અને ભગવાને મને જ આવો રોગ શા માટે આવ્યો ? એવી ફરિયાદો કરતા હોય છે જ્યારે પર્રિકરે કહ્યું કે, હું હાર નહી માનુ. અંતિમ દિવસ સુધી લોકો માટે કામ કરતો રહીશ. એક વખત તેમણે કહ્યું કે, મારે થોડા દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેવું પડશે ? મે કહ્યું કેમ તો તેમણે કહ્યું કે મારે ગોવાનું બજેટ રજુ કરવાનું છે ! જે સાંભળીને હું આશ્ચર્ય ચકિત થઇ ગયો હતો.

Previous articleચીનમાં ૨૦૧૪થી અત્યાર સુધી ૧૩૦૦૦ આતંકીઓની ધરપકડ કરાઇ..!!
Next articleમાહી મિલ્ક પ્રોડ્‌્યૂસર કંપની દ્વારા  સ્કીમ્ડ મિલ્ક પાઉડર લોન્ચ કરાયો