બજારમાં તેજી : સેંસેક્સમાં વધુ ૭૧ પોઇન્ટનો સુધારો

608

બીએસઈ સેેંસેક્સના પ્રથમ કારોબારી સેશનમાં બજારમાં તેજી જોવા મળી હતી. બીએસઈ સેંસેક્સ આજે ૭૧ પોઇન્ટ ઉછળ ૩૮૦૯૫ની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટ ૩૫ પોઇન્ટ ઉછલી ૧૧૪૬૨ની સપાટીએ બંધ રહ્યો હતો. આ પહેલા સવારે શેરબજાર તેજી સાથે ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જે શેરોમાં તેજ રહી હતી તેમાં પાવર ગ્રીડ, કોટક બેંક, ભારતી એરટેલ, એક્સિસ બેંક, એશિયન પેઇન્ટ્‌સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડએફસી બેંક ઇન્ડસઇંડ બેંક, રિલાયન્સ અને યશ બેંકનો સમાવેશ થાય છે. જ્યારે મારુતિ સુઝુકી, સન ફાર્મા, વેદાંતા, એનટીપીસી, હિન્દુસ્તાન યુનિલીવર,  હિરો મોટર્સ અને એચસીએલ ટેકના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઈ સેંસેક્સ છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૩.૭ ટકા અથવા તો ૧૩૫૩ પોઇન્ટ સુધી સુધરીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૩૯૧ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો. બીએસઈમાં મૂડીરોકાણકારો છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ૩.૯૧ લાખ કરોડ સુધી અમીર બની ગયા હતા. કારણ કે, બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી ૧૪૮૫૮૦૦૩ કરોડ સુધી પહોંચી  ગઈ હતી. જે આઠમી માર્ચના દિવસે ૧૪૪૬૭૦૮૭ કરોડ રહી હતી.માર્કેટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ચૂંટણી પહેલા તેજી રહી શકે છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તામાં ફરી વાપસી થવાના સંકેત વધુ મજબૂત બનતા નવી આશા જાગી છે. રંગોના તહેવાર હોળી દિવસે ઇક્વિટી ફોરેક્સ અને કોમોડિટી માર્કેટ બંધ રહેશે. લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદ જોરદાર તેજી આવી ગઈ છે. નવા સપ્તાહમાં ભારતમાં વર્તમાન ખાતાકીય ખાધના આંકડા જારી કરવામાં આવનાર છે. નિકાસ અને આયાત વચ્ચે અંતરના આંકડા મંગળવારના દિવસે જારી કરવામાં આવનાર છે.  બીજા ત્રિમાસિક ગાળામાં દેશમાં સીએડીનો આંકડો જીડીપીના ૨.૯ ટકા રહ્યો હતો. એક વર્ષ અગાઉની સરખામણીમાં તેમાં વધારો થયો હતો. એક વર્ષ અગાઉ આ આંકડો ૧.૧ ટકા રહ્યો હતો. ટ્રેડ ડેફિસિટના કારણે આ આંકડો વધ્યો હતો. શુક્રવારના દિવસે જારી કરાયેલા આંકડામાં દર્શાવવામાં આવ્યું હતું કે, ટ્રેડ ડેફિસિટનો આંકડો ફેબ્રુઆરી મહિનામાં ૧૭ મહિનાની નીચી સપાટીએ ૯.૬ અબજ ડોલર સુધી રહ્યો તો. અન્ય જે વૈશ્વિક પરિબળો નવા સપ્તાહમાં જોવા મળશે તેમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા ગુરુવારના દિવસે વ્યાજદરને લઇને કયા પ્રકારના નિર્ણય લેવામાં આવે છે તે પણ મહત્વપૂર્ણ રહેશે. વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચના પ્રથમ ૧૫ દિવસના ગાળામાં સ્થાનિક માર્કેટ મૂડીમાં ૨૦૪૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. માર્ચ મહિનામાં વિદેશી મૂડીરોકાણકારો ભારે આશાસ્પદ દેખાયા છે. રેટને યથાવતસ્થિતિમાં રાખવાના અમેરિકી ફેડરલના નિર્ણયની સાથે સાથે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર કરારથી હકારાત્મક માહોલ સર્જાઈ ગયો છે. ફેબ્રુઆરી મહિનામાં જ વિદેશી રોકણકારોએ ઇક્વિટી અને સાથે સાથે ડેબ્ટ માર્કેટમાં ૧૧૧૮૨ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. નવેસરના આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૧૭૯૧૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં  ૨૪૯૯ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યુ હતુ. શેરબજારમાં તેજી માટે કેટલાક હકારાત્મક પરિબળો જવાબદાર દેખાઇ રહ્યા છે. લોકસભા ચૂંટણી જાહેર થઇ ગયા બાદ હવે સરકાર કોની બનનાર છે તેના પર ચર્ચા લોકોમાં છેડાઇ ગઇ છે.

Previous articleમાહી મિલ્ક પ્રોડ્‌્યૂસર કંપની દ્વારા  સ્કીમ્ડ મિલ્ક પાઉડર લોન્ચ કરાયો
Next articleપ્રથમવાર જૈન સંત જોડાયા વિહિપ સાથે