સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને ભાજપની કમલમ ખાતે બેઠક

627
gandhi212018-3.jpg

સ્થાનિક સ્વકરાજયની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ’’ ખાતે સંગઠનાત્મક બેઠક યોજાઇ હતી. 
આજની આ બેઠકમાં સંગઠનાત્મક કાર્યો ભાજપાના આગામી કાર્યક્રમોના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા લાગુ કરાયેલ ફી નિયમનના કાયદા અંગેના હાઇકોર્ટના ઐતિહાસિક જનહિત ચૂકાદામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓના હિતના રક્ષણ માટે કટિબધ્ધ છે તેવું લાગણીનું પ્રતિબિંબ ભાજપા સરકારે પાડ્‌યું છે તેને સહર્ષ આવકારીને વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલની  ભાજપાની રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા. 
આગામી સમયમાં યોજાનાર ૭૫ જેટલી નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત અને ૦૨ જીલ્લા પંચાયતની ચૂંટણીઓ માટેની પૂર્વ તૈયારી અંગે ચર્ચા-વિચારણા હાથ ધરવા  માટે તારીખ ૦૪ જાન્યુઆરીના રોજ શ્રી કમલમ્‌ ખાતે બે પ્રકારની બેઠક રાખવામાં આવી છે.

Previous articleચિલોડા પાસે ટ્રક -લિફટ મશીન વચ્ચે દબાતા મજૂરનું કરૂણ મોત
Next articleનિષ્ણાતો-તજજ્ઞોની હાજરીમાં ચાર દિવસીય સામૂહિક ચિંતનનો પ્રારંભ