પ્રથમવાર જૈન સંત જોડાયા વિહિપ સાથે

748

વિશ્વ હિન્દૂ પરિષદના કેન્દ્રીય સંત માર્ગદર્શક મંડળમાં પ્રથમવાર સંતને સ્થાન મળ્યું છે. મહામના આચાર્ય સમ્રાટ કુશાગ્રનંદીજી મહારાજના આત્મીય શિષ્ય ઉર્જાગુરુ અરિહંત ઋષિજીને વિહિપમાં સામેલ સરવામાં આવ્યાં છે. આની ઘોષણા પ્રાંત સંગઠન મંત્રી વ્રજ કિશોર ભાર્ગવે કરી. આ ઘોષણા દરમિયાન વિશ્વ હિન્દૂ પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચમ્પત રાય પણ ઉપસ્થિત રહ્યાં. ઉર્જા ગુરુના સંગઠન સાથે જોડાવા પર તેમને ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આશા છે કે સંગઠનને એક નવી ઉર્જા મળશે.

વિહિપના ઇતિહાસમાં આ પ્રથમવાર છે જ્યારે કોઈ જૈન સંતને મંડળમાં સ્થાન આપવામાં આવ્યું હોય. ઉલ્લેખનીય છે મોટિવેશનલ સ્પીકર ઉર્જાગુરુ એવાં કાર્ય કરી ચૂકેલ છે જે પહેલાં ઇતિહાસમાં સામેલ ન હતા. ઉર્જા ગુરુના નામ પર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોડ્‌ર્સમાં બે રેકોર્ડ રજીસ્ટર છે. સાથે જ ગોલ્ડન બુક ઓફ રેકોડ્‌ર્સમાં પણ એક વાર પોતાનું નામ રજીસ્ટર કરાવી ચૂકેલ છે.

વિહિપનો મુખ્ય ઉદ્દેશ ધર્મની સ્થાપના, ધર્મનો પ્રચાર- પ્રસાર, સામાજિક સમરસતા, ધર્મની રક્ષા અને સંસ્કૃતિનું સંવર્ધન છે. ઉર્જા ગુરુ અરિહંત ઋષિનું વિહિપ સાથે જોડાવાથી યુવા વર્ગ પણ વિહિપના પ્રતિ આકર્ષિત થશે. એક મોટિવેશનલ સ્પીકરના રૂપમાં ઉર્જાગુરુની પહોંચ લાખો યુવાઓ સુધી છે. વિહિપ સાથે અરિહંત ઋષિનું જોડાવું સર્વધર્મ સમભાવની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે.

ઉર્જા ગુરુ ભલે જ એક જૈન સંત હોય પરંતુ તેમની પહોંચ જન- જન સુધી છે. યોગ અને ધ્યાન સાથે ઉર્જા ગુરુએ હંમેશા સારી શિક્ષાની વાત કરી છે. તેમનું માનવું છે કે ધર્મ પણ વિજ્ઞાનથી અલગ નથી અને તેમણે યુવાઓને હંમેશા ધર્મની શીખ આપતાં વિજ્ઞાન સાથે જોડાવાની અદભુત પહેલ કરી છે. જેના કારણે લાખો યુવાઓ સુધી તેમની પહોંચ છે અને સતત આમાં વધારો થઈ રહ્યોં છે.

Previous articleબજારમાં તેજી : સેંસેક્સમાં વધુ ૭૧ પોઇન્ટનો સુધારો
Next articleહાર્પિકે નવુ બાથરૂમ કલીનર લોન્ચ કર્યુ