શહેરને ઉનાળામાં વધારાનું ૧૦ MLD પાણી નહીં મળે

612

સરકારે ૧લી માર્ચથી નર્મદા જળબંધમાં પાણીનો રાબેતા મુજબનો જથ્થો નહીં હોવાથી સિંચાઇ માટે પાણી આપવાનું બંધ કર્યું છે. હયાત પાણીના જથ્થાને પીવા માટે અનામત કરાયો છે. ત્યારે ગાંધીનગરને પાણી કાપ વેઠવો નહીં પડે તેવી વાત પાટનગર યોજના વિભાગના ઇજનેરોએ કરી હતી. જોકે ગત વર્ષે જ પાણી પુરવઠા બોર્ડના ઇજનેરોએ પીવાના પાણીના વ્યવસ્થાપન સાથે જોડાયેલા તમામ તંત્રને વૈકલ્પિક સ્ત્રોતની વ્યવસ્થા કરવા કહ્યુ હતું.

ગાંધીનગરને ગરમીના દિવસોમાં વધારાનું ૮થી ૧૦ એમએલડી પાણી આપી શકાશે નહીં, તેમ પણ જણાવ્યુ હતુ. ત્યારે આગામી ઉનાળામાં પણ માગણી મુજબનું વધારાનું પાણી મળવાના કોઇ એંધાણ નથી.

નર્મદા કેનાલ ૧૪ બલ્ક લાઇન પ્રોજેક્ટ યોજનામાંથી ગાંધીનગરના સરિતા ઉદ્યાન અને ચરેડી હેડ વર્કસ ખાતેના ફિલ્ટર પ્લાન્ટને શુદ્ધ કરીને નર્મદાનું પાણી આપવામાં આવે છે. આગામી દિવસોમાં મેઇન કેનાલમાંથી અપાતા પાણીનું લેવલ ઘટાડવામાં આવે તો પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં આપી શકાશે, તેમ જણાતું નથી. આ બાબતને ધ્યાને રાખીને આગામી સમયની પાણીની વધારાની જરૂરિયાતને પહોંચી વળવા સ્થાનિક વૈકલ્પિક સોર્સની વ્યવસ્થા કરવાની રહેશે.

આમપણ ઉનાળામા કેટલાંક લોકો દ્વારા પાણીનો બેફામ વેડફાટ થતો હોવાની અગાઉ ફરિયાદો મળી હતી તેથી તેને ધ્યાનમાં લઈને લોકો પાણીનો કરકરસથી ઉપયોગ કરે તે માટે પણ અપીલ કરવામા આવી હતી. પણ હવે ઉનાળામા પાણી ઓછુ મળશે.

મધ્ય પ્રદેશ સરકારે જરૂર મુજબ પાણી છોડવા ખાતરી આપી હોવાથી અને ડેમમાં પાણીનો ઉપલબ્ધ જથ્થો જોતાં મેઇન કેનાલમાં પાણીનો પુરવઠો ઘટે તેવું નથી. ગાંધીનગરને હાલમાં ૪૫થી ૫૦ એમએલડી પાણી આપવામાં આવે છે, તેમાં કોઇ ઘટાડો કરવાનો આવશે નહીં. પરંતુ ઉનાળાના દિવસોમાં જ્યારે પાણીનો વપરાશ વધતો હોય છે. ત્યારે વધારાનું ૫, ૮ કે ૧૦ એમએલડી પાણી આપવામાં આવતુ હતું, તે સ્થિતિ આ વર્ષે શક્ય બને નહીં તેવી સ્થિતિ આવી શકે છે.

પાટનગરની સ્થાપના સમયે તમામ સેક્ટરમાં એકથી વધુ બોર બનાવવામાં આવ્યા હતાં. આ પૈકીના ૪૬ બોર ચાલુ હાલતમાં છે અને ૩૩નો ઉપયોગ પણ કરાય છે. તેના મારફતે ૧૪થી ૧૫ એમએલડી જેટલું પાણી મેળવી શકાય તેમ હોવાથી ઉનાળાના દિવસોમાં નર્મદાનું વધાનું ૮થી ૧૦ એમએલડી પાણી બોર્ડ દ્વારા આપવામાં ના આવે તો પણ પાટનગર યોજના વિભાગ દ્વારા તેટલું પાણી સ્થાનિક સૌર્સ મારફત મેળવી શકાય તેમ છે.

Previous articleઅમદાવાદ RTOમાં બોગસ લાઈસન્સ કૌભાંડમાં એજન્ટ અને ઓપરેટરની ધરપકડ
Next articleઆઝમગઢમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતાં સાતનાં મોતઃ ૧૮ ગંભીર રીતે દાઝ્યા