બ્રહ્માકુમારી ખાતે ચેતક કમાન્ડો માટે હેપ્પી લિવિંગ વિષય પર કાર્યક્રમ યોજાયો

625

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય, સેકટર-૨૮, ગાંધીનગર ખાતે ચેતક કમાન્ડો માટે નાગપુરના વતની અને ડિફેન્સ મંત્રાલયમાં રોકેટ એન્ડ મિસાઈલ એન્જીનીયર તરીકે સેવારત રાજયોગી પુરુષોતમભાઈનો “હેપ્પી લિવિંગ” પર કાર્યક્રમ યોજવામાં આવેલ.

બ્રહ્માકુમારીઝના શિવશક્તિ ભવન ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં ચેતક કમાન્ડોના ડીવાયએસપી વાય.આઈ.સાઢી તથા ૮૩ જેટલાં ચેતક કમાન્ડો હાજર રહેલ. કાર્યક્રમમાં પુરુષોતમભાઈએ “હેપ્પી લિવિંગ” પર દ્રષ્ટાંત સાથે વિગતવાર છણાવટ સહિતનું મનનીય વ્યાખાન આપેલ અને જીવનમાં હલકા રહીને હેપ્પી રહેવાની પ્રેકટિકલ એપ્લિકેશન પણ બતાવેલ. જ્યારે આના સંલગ્ન વિષય પર બી.કે પ્રિયાબેને પણ ખૂબ જ સરલ ભાષામાં અને અપીલ થાય તે રીતે પ્રકાશ પાડેલ. ડીવાયએસપી વાય. આધ્યાત્મિક કાર્યક્રમની જરૂરીયાતને ધ્યાને લઈ અવાર નવાર આવા કાર્યક્રમ કરવાની ઇચ્છા વ્યકત કરેલ. જ્યારે આ પ્રસંગે સેક્ટર-૨૮ સેવા કેન્દ્ર સંચાલિકા આદરણીય કૈલાશ દીદીએ આશીર્વચન આપેલ. સમગ્ર કાર્યક્રમનું સફળતમ સંચાલન બ્રહ્માકુમારીઝ, સેક્ટર-૩૦ ના સંચાલિકા બી.કે. કૃપલબેને કરેલ. કાર્યક્રમથી સૌ ખૂબ ખુશ થયેલ.

Previous articleગાંધીનગરમાં વિશ્વ ચકલી દિન નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક” ઉજવાશે
Next articleખાનગી ન્યુઝ ચેનલના પત્રકારના હત્યા કેસની તપાસમાં પોલીસ દિશાવિહીન