ખાનગી ન્યુઝ ચેનલના પત્રકારના હત્યા કેસની તપાસમાં પોલીસ દિશાવિહીન

537

ખાનગી ન્યુઝ ચેનલના પત્રકારની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે શોધવામાં પોલીસને કોઇપણ જાતની કડી મળી રહી નથી.

બીજીતરફ ગુમ થયેલો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવે છ, યુવકની લાશ નજીકથી પેટ્રોલની બોટલ મળી હતી પણ સળગાવનારી વ્યક્તિ કોણ તનું રહસ્ય ઘુંટાઇ રહ્યું છે.

નિકોલમાં ભક્તિ સર્કલ પાસે શિક્ષાપત્રી એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી ચેનલમાં કોપી એડિટર તરીકે નોકરી કરતા ચિરાગભાઇ. એચ. પટેલની શનિવારે કઠવાડા ગામની સીમમાંથી સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના અંગે નિકોલ પોલીસ હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ શરૃ કરી હતી. જેમાં સ્થળ પરથી બાઇક અને આઇકાર્ડ તથા પર્સ મળી આવ્યું હતું ેજો કે યુવકનો ગુમ થયેલો મોબાઇલ સ્વીચ ઓફ આવી રહ્યો છે.

મૃતકના પરિવારજનોએ પોલીસ સમક્ષ કહ્યું છે પોતે શરીર પર જ્લનશીલ પ્રવાહી જાતે શરીર છાંટીને આત્મહત્યા કરે તેવું લાગતું ન હતું, બીજીતરફ લાશ નજીકથી પેટ્રોલની ખાલી બોટલ મળી હતી, પરંતુ સળગાવાનારી વ્યક્તિ કોણ તે રહસ્ય ઘુંટાઇ રહ્યું છે.

Previous articleબ્રહ્માકુમારી ખાતે ચેતક કમાન્ડો માટે હેપ્પી લિવિંગ વિષય પર કાર્યક્રમ યોજાયો
Next articleઅમદાવાદ RTOમાં બોગસ લાઈસન્સ કૌભાંડમાં એજન્ટ અને ઓપરેટરની ધરપકડ