૭ સીટોં છોડ્યાનો ભ્રમ ના ફેલાવો, કોંગ્રેસ સાથે કોઇ જ ગઠબંધન નહીંઃ માયાવતી

547

બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. માયાવતીએ કહ્યું કે કોંગ્રેસ ભ્રમ ના ફેલાવે. અમારું કોંગ્રેસ સાથે કોઇ જ ગઠબંધન નથી. અમે બીજેપી સાથે લડવામાં સક્ષમ છીએ. માયાવતીએ કહ્યું કે કોંગ્રેસ સાત સીટોને છોડવાનો ભ્રમ ના ફેલાવે. આ સાથે જ કાર્યકર્તાઓને કહ્યું કે, કોંગ્રેસનાં ફેલાવેલ ભ્રમમાં ના આવો. માયાવતીએ ટિ્‌વટર પર લખ્યું કે, કોંગ્રેસ ૮૦ સીટોં પર ચૂંટણી લડે. માયાવતીએ લખ્યું કે, બીએસપી એક વાર ફરીથી સ્પષ્ટ કરી દેવા માંગે છે કે ઉત્તર પ્રદેશ સહિત પૂરા દેશમાં કોંગ્રેસ પાર્ટી સાથે અમારે કોઇ પણ પ્રકારનાં તાલમેલ અને ગઠબંધન આદિ બિલકુલ પણ નથી. અમારા લોકો કોંગ્રેસ પાર્ટી દ્વારા ફેલાવવામાં આવી રહેલ કિસ્મ-કિસ્મનાં ભ્રમમાં ક્યારેય ના આવે. કોંગ્રેસ યૂપીમાં પણ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે કે તે અહીંની તમામ ૮૦ સીટોં પર પોતાનાં ઉમેદવારને ઉતારીને એકલાં ચૂંટણી લડે. અર્થાત્‌ અમારું બનેલું આ નવું ગઠબંધન એકલાં જ બીજેપીને પરાજિત કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. કોંગ્રેસ જબરદસ્તીથી યૂપીમાં ગઠબંધનને માટે ૭ સીટોં છોડવાની ભ્રાન્તિ ના ફેલાવે.

Previous articleલોકસભા ચૂંટણીમાં ભાજપનું ૭૪ બેઠકમાં કોકડું વળી જશેઃ અખિલેશ યાદવ
Next articleપપ્પૂ બાદ હવે પપ્પી પણ આવી ગઇઃ મહેશ શર્માનું વિવાદિત નિવેદન