રાજૌરીમાં એલઓસી પર પાકિસ્તાને ફરી કર્યું સીઝ ફાયર, ૧ જવાન શહીદ, ત્રણ જવાનો ઘાયલ

503

પાકિસ્તાની સેનાએ આજે સોમવારે વહેલી સવારે જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેના તરફથી ર્ન્ઝ્ર તરફથી ફાયરિંગ કરવામાં આવી રહી છે. અને મોર્ટાર પણ છોડવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની સેના તરફથી થઇ રહેલી ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. જ્યારે ત્રણ જવાનો ઘાયલ થયા છે. ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે પુલવામા ઉપર થયેલા આતંકવાદી હુમલા અને ભારતીય તરફથી જૈશના ઠેકાણાંઓને એર સ્ટ્રાઇક કરીને નષ્ટ કરવાની ઘટના બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેની સીમા ઉપર તણાવ વધી રહ્યું છે. આ પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાનના સિઝ ફાયરને તોડવાની જવાબી કાર્યવાહીમાં મેંઢર સેક્ટર પાસે બલનોઇ સ્થિત પાકિસ્તાની પોસ્ટને ઉડાવી દીધી હતી. ભારતની આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના અનેક સૈનિકો ઘાયલ થવાની ખબર છે. આ પહેલા ગુરુવારે અનંતનાગમાં એક બંધૂકધારીએ નેશનલ કોન્ફ્રેસના એક કાર્યકર્તાની ગોળી મારીને ખરાબ રીતે ઘાયલ કરી દીધો હતો.

ત્યારબાદ આજ દિવસે ત્રાલમાં આવા જ પ્રકારની ઘટનામાં એક સમાન્ય નાગરિકની હત્યા કરવામાં આવી હતી.

બીજી તરફ બુધવારે પુલવામાના ડોગરીપોર વિસ્તારમાં એક સામાન્ય નાકરીના ઘરમાં એક બંધૂકધારી ઘુસી ગયો હતો. શકમંદોએ મંજૂર અહમદ ખાન નામના સામાન્ય નાગરીકનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેની લાશ નજીકના ગોમમાંથી મળી હતી.

Previous articleપપ્પૂ બાદ હવે પપ્પી પણ આવી ગઇઃ મહેશ શર્માનું વિવાદિત નિવેદન
Next articleમનોહર પર્રિકર પંચમહાભૂતમાં વિલીન