ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો હોઈ, ઉત્તરાયણ વખતે પતંગની દોરીથી શરીરને નુકશાનથી બચાવવા માટે ખાસ કરીને ટ્રુવ્હીલર પર જતાં પતંગની દોરી ગંભીર અકસ્માત ન સર્જે તે માટે સ્કુટર કે બાઈક પર સળીયા લગાવી દેશી સુરક્ષાની પધ્ધતિ કેટલાક વર્ષોથી અસ્તિત્વમાં છે જે રોડ પરના કેટલાંક ગરીબો માટેનું રોજગારીનું સાધન બની રહે છે.
ગાંધીનગરમાં પણ આવા રોજગારી માટેના કેટલાંક લોકો ફુટપાથ પર બેસી ધંધો કરતાં જોવા મળે છે.