આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ભાવનગર ની જીલ્લા ટીમની બેઠક આયોજીત કરેલ, જેમાં સંગઠનના બધા સંવર્ગોના પ્રમુખ કાર્યકર્તાઓને બોલાવેલ, સંગઠનને માન્યતા મળ્યા બાદની યોજના અંગે વિગતે ચર્ચા કરવામાં આવેલ તથા અગામી સમયમાં પ્રાથમિક એચટાટ( જીલ્લા પંચાયત ), પ્રાથમિક મહાનગરપાલિકા ,ગ્રાન્ટેડ માધ્યમિક , ઉ.માધ્યમિક તથા આચાર્ય અને સરકારી માધ્યમિક , ઉ.માધ્યમિક , આચાર્ય ની ટીમ અપડેટ કરવા તથા જીલ્લામાં સંગઠનના વિસ્તાર ની યોજના ધડવામાં આવેલ.
આ બેઠકમાં ગુજરાત પ્રદેશના સંગઠનમંત્રી ભાવિનભાઈ ભટ્ટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ને મંડળો બનાવવા માટે માન્યતા મળી છે તે અન્વયે આગામી દિવસોમાં તાલુકા અને વિભાગ પ્રમાણે સંગઠન નો વિસ્તાર કઈ રીતે કરવો તે અંગે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.