જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં હોળી ધુળેટીના અનુસંઘાને શાંતિ સમિતિની મીટીંગ યોજાયેલ

606

જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ચનુરાના અધ્યક્ષ સ્થાને આજરોજ જ્ઞાતિ સમિતિની મીટીંગ બોલાવવામાં આવેલ હતી. જેમાં હોળી ધૂળેટીનો તહેવાર શાંતિમય રીતે ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બનતે તેની કાળજી લેવા દસે સમાજના આગેવાનો સાથે વાતચીત કરીહ તી. જેમાં જાફરાબાદના કોળી સમાજના આગેવાન, ખારવા સમાજના આગેવાન તથા મુસ્લિમ સમાજના આગેવાન તેમજ વ્યાપારી એસોના પ્રમુખની હાજરી તેમજ આમ જનતાની હાજરીમાં પોલીસ સ્ટેશન જાફરાબાદ લોકોની હાજરીમાં ધુળેટી હોળી શાંતિ પુર્ણ થાય તેવી ચર્ચાઓ કરવામાં આવેલ હતી. તેમજ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ પીએસઆઈ આર.ટી. ચનુરા દ્વારા દરેક સમાજના આગેવાનોને જાફરાબાદમાં હોળી-ધુળેટી દરમ્યાન કોઈ માથાકુટુ ન થાય તે અંગે કાળજી રાખવાની સુચના આપવામાં આવેલ હતી.

Previous articleરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવ. જિલ્લા ટીમની બેઠક યોજાઈ
Next articleસિહોરમાં પરશુરામ જયંતિની ઉજવણી નિમિત્તે બ્રહ્મબંધુઓની મીટીંગ યોજાઈ