અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રિય સમાજમાં મહાસંમેલન યોજાયું જેમાં મુખત્વે મુદ્દામાં સમાજમાં શિક્ષણનો વ્યા વધે અને અમરેલી જિલ્લામાં કાઠી ક્ષત્રિય સમાજની વસ્ત ખુબ મોટી હોઈ લોકસભામાં નિર્ણાયક ભુમિકા છે. અમે અકે તરફી પરિણામ લાવી શકીએ છીએ. આ સંમેલનમાં ખાસ જણાવ્યાનું કે કાઠી સમાજ એક છે સંગઠિત છે. અને સુર્ય સેના ગુજરાત પ્રદેશના નેજા હેઠળ કાઠી સમાજના યુવાનો પણ સંગઠિત છે. જયાં પણ જરૂર પડશે. સુર્યસેના સમાજની સાથે છે અને હરહંમેશ સમાજહિત માટે જ કાર્યરત છે. આ અનુસંઘાને સુર્ય સેના ગુજરાત મહામંત્રી હરેશભાઈ ખાચરની રજૂઆત કરતા મહાસંમેલનમાં જણાવ્યું હતું કે દરેક પક્ષોને ચેતવણી જો આવનાર દિવસોમાં કાઠી સમાજને નજર અંદાજ કરવામાં આવશે. તો કિંગ મેકરની ભુમિકા ભજવી પરિણામોમાં નિર્ણાયક બની પરિણામો બદલવાની તાક આ સમાજ પાસે છે. આ તકે બાબરીયવાડના નાગેશ્રી, કાતર, હેમાળ, જીકાદ્રી, દુધાળા, ધોળાદ્રી, મીઠાપુર, ચોત્રા, કાગવદર, બાળાનીવાવ, કંથારિયા, લણુસાપુર, વાંઢ, .ચૂૈયા, ભચાદર, વડ, એભલવડ સાકરીયા સહિત ૪ર બાબરીયવાડના કાઠી ક્ષત્રિય સમાજની ઈતિહાસિક ઉપસ્થિતિમાં માજી ધારાસભ્ય અને કાઠી ક્ષત્રિય સમાજ પ્રમુ પ્રતાપભાઈ વરૂએ સૌનો આભાર વ્યકત કરેલ અને ખાસ એજયુકેશન ઉપર ભારમુકી અને આવનારા સમયમાં એકતા બતાવવા ઘોષણા કરાઈ.