જન સુવિધા કેન્દ્ર ઈશ્વરિયા અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં નાણા રોકાણ જાગૃતતા અને ડિઝીટલ વ્યવહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ડીઝીટલ ગામ ઈશ્વરિયા ખાતે જન સુવિધા કેન્દ્ર અંતર્ગત રવિવારે ડીઝીટલ નાણાંકીય વ્યવહાર સાથે નાણા રોકાણ જાગૃતતા કાર્યક્રમમાં જન સુવિધા કેન્દ્રના જિલ્લા પ્રબંધક વિરમદેવસિંહ ગોહિલે ડીઝીટલ ગામને મળતી વિવિધ સુવિધાઓ અંગે વિગતો આપી, યુવાનોને બચત રોકાણ માટે અનુરોધ કર્યો.
એચ.ડી.એફ.સી. બેંકના ઈશ્વરિયાના પ્રતીનીધિ યોગેશભાઈ જોષીએ ગામના રોકાણ તથા નવા ખાતાઓ માટે જાણકારી આપી હતી. ઓમ જન સુવિધા કેન્દ્ર ઈશ્વરિયાના સંચાલક ઋત્વિજ કુમાર પંડિત અને ાસથીઓની જહેમત સાથેના આ કાર્યક્રમમાં મહાનુભાવોના હાથે દીપપ્રાગટય કરાયું હતું. અહીં જિલ્લા પ્રબંધક કૃષણદેવસિંહ ગોહિલ તથા જિલ્લા પ્રબંધક નિલેષભાઈ ગઢવાળા દ્વારા સંકલન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ડીઝીટલ ગામ માટે સંચાલક ઋત્વિજકુમાર પંડિત તથા એચ.ડી.એફ.સી. બેંક પ્રતીનિધિ યોગેશભાઈ જોષીનું સરપંચ કુંવરબેન ચાવડા, વીરશંગભાઈ સોલંકી, મનસુખભાઈ ઈટાલિયા તથા જગદીશભાઈ ચાવડાના હસ્તે આદર વડેઅ ભિવાદન કરવામાં આવેલ.