જિંદગી જીવવા માટે છે કે…? અતિશયોક્તિ ન માનીએ તો મોટાભાગે જીવતર ઝેર ખાવા કે ઝેર પીવા માટે હોય તેવી પરિસ્થિતિ આપણે સૌએ પેદા કરી નાખી નથી લાગતી? હૈયાના ભાપની હત્યા કહી, મોંઢા પર કૃત્રિમ હાવ-ભાવ કરવા પડી રહ્યા છે. આમ જુઓ તો સંબંધના વ્યવહાર જ જોવા મળતા નથી, વ્યવહારના જ સંબંધો રાખવા પડે છે. સાચુ ને..? આપણે મુકત રીતે હર્ષ કે ખુશાલી મનાવી શકીએ છીએ ખરા ? કઠણાઈ તો જુઓ કે, શહેરોમાં હસવા માટે વર્ગો અને સંસ્થાઓ શરૂ કરવી પડી રહી છે… ચાલો ને, ખડભડાટ ખૂશાલી મનાવીએ… ર૦ માર્ચ આંતરરાષ્ટ્રીય ખૂશાલી દિવસ છે. હસલી શકશો ? હસો ને… હસી જાવ ને… ખડખડાટ હાસ્ય કે..?!