ગીર સોમનાથ SOG દ્વારા ફરાર આરોપીની ધરપકડ

577

ગીર સોમનાથ એસઓજી પો.સબ.ઈન્સ. આર.વી. સોનારા તથા એસ.ઓ.જી. સ્ટાફના નરવણસિંહ ગોહિલ, વિજયભાઈ બોરખતરીયા, ગોવિંદભાઈ વંશ, કેતનભાઈ જાદવ, મુકેશભાઈ ટાંક, ભુપતગીરી ગોસ્વામી વેરાવળ શહેર વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં, દરમ્યાન હેડ.કોન્સ. ગોવિંદભાઈ વંશને મળેલ બાતમી આધારે વેરાવળ નગરપાલિકાના ગેટ પાસેથી અમરેલી જિલ્લાના લાઠી પો.સ્ટે. આમ્સ એકટના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી, ઈકબાલ અબ્દુલ સતારભાઈ જાતે મુસ્લિમ (ઉ.વ.૪ર) રહે. વેરાવળને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી વેરાવળ સીટી પો.સ્ટે.માં સોપી આપી લાઠી પો.સ્ટે.ને સદરહું આરોપીનો કબ્જો લેવા જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.

Previous articleબરવાળા ન.પા. દ્વારા ડોર ટુ ડોર  વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરાઈ
Next articleસિહોરમાં લશ્કર અને પોલીસની ફલેગ માર્ચ