છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર વિશ્વમાં થર્ટી ફસ્ટ એટલે વર્ષના છેલ્લા દિવસની ઉજવણી કરવા માટે પાર્ટીઓના શરાબ શબાબના મસમોટા આયોજનો ફતવાઓ તાયફાઓ ગોઠવાઈ રહ્યા હતા. સમગ્ર ભારત સહિત સમગ્ર વિશ્વનું યુવા વર્ગ થર્ટીફસ્ટની મધરાતે સંગીતના તાલે મસ્તીના નશાએ હિલોળે ચડેલું હોય છે. પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલું ભારતીય યુવા પેઢી પણ થર્ટીફ્સ્ટની મધરાતે નવા વર્ષને આવકારવા માટે શરાબ શબાબની પાર્ટીઓમાં, હુક્કાબારોમાં ઉભરાયું છે ત્યારે આ બધાથી સાવ વિપરિતજ સિહોરના એક યુવા બાંકડા ગ્રુપ દ્વારા એમ કહેવાયને કે લોકોથી જરા હટકે ખરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે તેવું વખાણવા જેવી થર્ટી ફ્સ્ટની ઉજવણી કરી હતી જે ખરું કહીએ તો આ ઉજવણીથી ભારતીય યુવાપેઢીને એક ટકોર કરી છે. વિદેશી સંસ્કૃતિને ગળે વળગાડી બેસેલું ભારતીય યુવાધન પોતાના દેશની રીત સંસ્કૃતિ સંસ્કાર જાણે કઈ માળિયામાં જ ચડાવી દીધા હોય તેવું તો હાલ યુવા પેઢીની હાલ હવાલ જોતા લાગી આવે છે સખા.સિહોરના દાદાની વાવના બાંકડા ગ્રૂપના નામથી ઓળખાતા ૨૦થી૩૦ વર્ષના યુવાનો દ્વારા થર્ટી ફ્સ્ટની ઉજવણીને સાથે ભારતને યુવાને ટકોર થાય એવી રીતે રામદરબાર નું આયોજન કરી સિહોર સહિત સમગ્ર દેશમાં ભારતીય સંસ્કૃતિનો ઉજાસ વર્ષની અંતિમ રાત્રીમાં પાથરી દીધો હતો.