આજરોજ શિવશક્તિ હોલ ક્રેસન્ટ ખાતે ત્રીજો મુસ્લિમ સમાજનો પરિચય સમારોહ ભાવનગર યુવા સિપાઈ સમાજ તથા શહેર કોંગ્રેસ માયનોરીટી દ્વારા યોજાયેલ જેમાં ૮૦ જેટલા યુવક અને યુવતિઓએ ભાગ લીધેલ આ સમારોહમાં જીતુભાઈ ઉપાધયાય (એડવોકેટ) સાજીદભાઈ કાજી, કરીમભાઈ ઈન્ડીયા, જગદીશભાઈ જાજડીયા, રહમીભાઈ, ઈકબાલભાઈ, ઝુલ્ફીકારઅલી વિરાણી, કાળુભાઈ, જર્જીશ કાજી, વગેરેએ હાજરી આપેલ સમારોહને સફળ બનાવવા અનવરખાન પઠાણ, આરીફભાઈ ગોલ્ડન, ફરીદાબેન શેખ, રૂબીાબેન ખલાણી, યુનુસ શેખ, શકીલ શેખ, હુસેનભાઈ બેલીમ, વિગેરેએ જહેમત ઉઠાવેલ.