ભુંભલી ગામના સ્મશાન પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

882

ભુંભલી ગામના સ્મશાન પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ

ગત રાત્રીના આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર તથા સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે ભુંભલી ગામ તબુ ચોકડી પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ કોરોલા કારને રોકવાનો પ્રયાસ કરતા કારના ચાલકે કાર રોકેલ નહિ અને નાસી જવાનો પ્રયત્ન કરતા કારનો પીછો કરતા ભુંભલી ગામના સ્મશાન પાસે ચેક ડેમના નાળામાં અવાવરૂ જગ્યામાં કાર મુકીને અંધારાનો લાભ લઇ નાસી ગયેલ અને સદરહુ કાર ચેક કરતા જેમાંથી ભારતીય વિદેશી દારૂની બોટલ નંગ-૧૬૬ (પેટી-૧૪) કુલ કિ.રૂ઼ ૪૯,૮૦૦/- નો મળી આવેલ જે દારૂનો જથ્થો તથા મોબાઇલ-૧, કોરોલા કાર જીજે  -૦૬- સીએમ -૨૬૪૧ ની મળી કુલ કિ.રૂ. ૨,૫૦,૩૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી અજાણ્યા કારના ચાલક વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleભાવ. યુવા સિપાઈ સમાજ, કોંગ્રેસ માયનોરીટી દ્વારા પરિચય સમારોહ
Next articleમહંત સ્વામી એરપોર્ટ પર સ્વાગત