ભાજપના વોર્ડ નં. ૧ના નગરસેવક વિક્રમલ ભજનમલ રૂપેજાએ પાલિતાણા સ્થિત સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી હોમલોન લીધી હતી. ત્યાર બાદ નિયમીત હપ્તા ન ભરતા લોન રકમ વધી ગઈ હતી ખુબ લોનની રકમના ચડતા વ્યાજ સાથે બેંકના ૧૩,૮૬,૦૦૦/- બાકી હતા જેની સામે રૂા. ૧૩,૦૦,૦૦૦/-નો ચેક સોરાષ્ટ્ર ગ્રામિણ બેંકમાં પાસ થઈ જશે તેવી બાહેધારી સાથે આપેલ જે બેંક દ્વારા ભરતા પુરતુ બુેલેન્સ ન હોવાના કારણ પરત ફરતા બેંકના વકિલ મારફતે કોર્ટમાં ૧૩૮ નેગોસીયેબલ એકટ હેઠળ કેસ દાખલ કરતા મુદતમાં હાજર ન રહેતા બેંકના વકિલ મારફતે નોન બેલેબલ વોરન્ટ ઈસ્યુ થતા આજે કોર્ટમાં આવતા સાથે ધરપકડના આદેશ થતા જેલ હવાલે કરેલ છે. આ બાબતથી ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે. તેઓ હાલ નગરપાલિકામાં લોકા ભાગીદારના ચેરમેન છે. શિસ્તમાં માનનારી ભાજપ પાર્૭ી હવેત ેની સામે શું પગલા ભરશે તે અંગેની ચર્ચા પાલિતાણામાં જોર પકડ્યું છે.