વિશ્વકપમાં ધવને જ રોહિત શર્માની સાથે ઈનિંગની શરૂઆત કરવી જોઈએઃ ગાંગુલી

565

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, વિશ્વકપમાં લોકેશ રાહુલ એક વિકલ્પ છે પરંતુ શિખર ધવને જ રોહિત શર્માની સાથે ઈનિંગની શરૂઆત કરવી જોઈએ. શિખર ધવન હાલમાં ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી પાંચ મેચોની વનડે સિરીઝમાં થોડો આઉટ ઓફ ફોર્મ રહ્યો હતો. પરંતુ સિરીઝમાં તેણે એક સદી પટકારી હતી. પાંચ મેચોમાં તેણે કુલ  ૧૭૭ રન બનાવ્યા હતા.

શિખરના આ ફોર્મને જોતા વિશ્વકપમાં રાહુલ પાસે ઈનિંગ શરૂ કરાવવા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ ગાંગુલીએ આ ચર્ચાઓ પર વિરામ લગાવી દીધો છે.

ગાંગુલીને જ્યારે તે પૂછવામાં આવ્યું કે, શું વિશ્વકપમાં શિખરની જગ્યાએ રાહુલને ઈનિંગની શરૂઆત માટે રોહિતની સાથે મોકલી શકાય, ગાંગુલીએ કહ્યું, રાહુલ ત્રણેય ફોર્મેટમાં એક શાનદાર બેટ્‌સમેન ચે. પરંતુ રોહિત, શિખર અને વિરાટના રૂપમાં જે ટોપ ઓર્ડર બેટ્‌સમેન છે, આ ટોપ ઓર્ડર વિશ્વની કોઈપણ ટીમની પાસે નથી.

તેણે કહ્યું, જો તમે ઓસ્ટ્રેલિયાને જુઓ તો ઉસ્માન ખ્વાતાએ તેના માટે સારી બેટિંગ કરી છે. પરંતુ તમે આપણા ઉપરના ત્રણ બેટ્‌સમેનોને જુઓ તો આવા બેટ્‌સમેન કોઈ ટીમની પાસે નથી.

Previous articleIPL 2019: BCCIએ જાહેર કર્યો IPLનો સંપૂર્ણ કાર્યક્રમ
Next articleધોની મેદાન પર હોય ત્યારે કોહલી વધારે કમ્ફર્ટેબલ રહે છેઃ કુંબલે