લોકસભા ચૂંટણી માટે તમામ રાજકીય દળો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતા સતત દેશભરમાં રેલીઓ અને પ્રવાસ કરી રહ્યા છે અને વોટરોને લોભાવવાના પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે પૂર્વોત્તર ઈટાનગરમાં જનસભાને સંબોધિ. આ સભા દરમિયાન તેઓ પીએમ મોદીને ઘેર્યા.અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટી જનસભાને સંબોધિત કરી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ દેશમાં બળજબરીથી મોડી રાતે જીએસટી લાગુ કરવાનું નાટક કર્યુ હતુ. જે ગબ્બર સિંહ ટેક્સ છે. પીએમ મોદી જનતાના ખિસ્સામાંથી તેમના જ પૈસા ઉડાવી ગયા. રાહુલે કહ્યું કે, અમારી સરકાર આવશે, તો જીએસટીને સરળ કરી દેશે.
રાહુલ ગાંધીએ ફરી એકવાર અહીં ’ચોકદાર જ ચોર છે’ના નારા લગાવ્યા છે. રાહુલે કહ્યું કે ૩૦ હજાર કરોડ રૂપિયાની ચોરી તમે કરી અને તમારા મિત્ર અનિલ અંબાણીનું ખિસ્સુ ગરમ કર્યુ. પરંતુ તમે આખા દેશને ચોકીદાર શા માટે બનાવી રહ્યા છો. રાહુલ ગાંધીએ કહ્યું કે, પુલવામા આતંકી હુમલાના ગુનેગારને ચીને બચાવી લીધો આ તે જ ચીન છે જેના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદી ઝુલા ઝુલી રહ્યા હતા. નરેન્દ્ર મોદીની દેશભક્તિ આજ છે.