માયાવતીએ ટ્વીટમાં લખ્યું કે, “’સાદું જીવન, ઉચ્ચ વિચાર’થી વિરુદ્ધ શાહી શૈલીમાં જીવન જીવનારી જે વ્યક્તિએ છેલ્લી લોકસભા ચૂંટણીમાં વોટ માટે પોતાને ચાવાળો પ્રચારિત કર્યો હતો, તે હવે પોતાને ચોકીદાર બનાવી રહ્યો છે.”લખનઉઃ તાજેતરમાંજ વડા પ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ’મૈં ભી ચોકીદાર’ અભિયાન અંગે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ મંગળવારે ટોણો મારતા જણાવ્યું કે, છેલ્લી લોકસભા ચૂંટણીમાં ’ચાવાળો’ અને હવે ’ચોકીદાર’…, ખરેખર દેશ બદલાઈ રહ્યો છે. ત્યાર બાદ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ચોકીદારના મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ ટ્વીટ કરી કે, “’સાદું જીવન, ઉચ્ચ વિચાર’થી વિરુદ્ધ શાહી શૈલીમાં જીવનારી જે વ્યક્તિએ છેલ્લી લોકસભા ચૂંટણીમાં વોટ માટે પોતાને ’ચાવાળા’ તરીકે પ્રચારિત કર્યોહતો, તે હવે આ ચૂંટણીમાં વોટ માટે તામઝામ અને શાન સાથે કુદને ’ચોકીદાર’ સાબિત કરી રહ્યો છે. દેશ ખરેખર બદલાઈ રહ્યો છે.”
આ બાજુ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે ટ્વીટ કરીને કહ્યું કે, “વિકાસ પુછી રહ્યો છે કે ખાતરની બોરીમાંથી ચોરી રોકવા માટે પણ કોઈ ચોકીદાર છે?”
બીજી ટ્વીટમાં અખિલેશ યાદવે જણાવ્યું કે, “વિકાસ પુછી રહ્યો છે કે, જનતાના બેન્ક ખાતામાંથી પાછલા દરવાજે જે પૈસા ખેંચવામાં આવી રહ્યા છે, તેને બચાવવા માટે કોઈ ચોકીદાર છે કે શું?” ત્રીજી ટ્વીટમાં તેમણે જણાવ્યું કે, “વિકાસ પુછી રહ્યો છે કે, મંત્રાલયમાંથી વિમાનની ફાઈલ ચોરી થવા માટે જવાબદાર લાપરવાહ ચોકીદારને સજા મળી કે નહીં?”