કર્ણાટકમાં નવી બનતી ઈમારત ધરાશાયી ૨ના મોત, ૪૦ વધુ લોકો દટાયાની આશંકા

491

કર્ણાટકના ધારવાડ જિલ્લાના કુમારેશ્વર નગરમાં એક અન્ડરકન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. આ બિલ્ડીંગ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે ૪૦ લોકો દટાયા હોવાની આશંકા છે. હાલમાં ઘટના સ્થળે રાહત અને બચાવની કામગીરી ચાલુ છે.

આ ઇમારત જિલ્લાનું પાંચમું સૌથી મોટું બિલ્ડીંગ હતું. એવી શંકા છે કે કાટમાળમાં ૪૦ લોકો દટાયા છે, એવી ચર્ચા છે કે નબળી બાંધકામ ક્વોલિટીના કારણે જ ઇમારત ધરાશાયી થઈ હોવાની શક્યતા છે.

આ ઘટનામાં એક વ્યક્તિની મોત થઈ છે, ૬ વ્યક્તિ ઘાયલ થઈ છે. સ્થાનિક અધિકારીએ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. કાટમાળમાં ૪૦ મજૂરો દટાયા હોવાની પર્બળ શક્યતા છે.

આ કૉમ્પલેક્ષના બે માળ બંધાઈ ગયા હતા. જેમાં બે ફ્‌લેટ વેચાઈ ગયા હતા જ્યારે કેટલીક દૂકાનો ભાડે હતી. ઘટના સ્થળે એમ્બૂલન્સ, પોલિસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત રાહત બચાવ દળ પહોંચી ગયું છે. ઘટના સ્થળ નજીક પાર્ક થયેલા વાહનો પણ દટાયા હોવાની આશંકા છે. આ બિલ્ડીંગમાં સૂત્રોના મતે ૭-૮ વ્યક્તિઓ ભાગીદાર હતા.

Previous articleગોવાનાં નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ લીધા શપથ
Next articleટેરર ફંડિંગ : હિઝબુલના સઈદ સલાઉદ્દીનની પણ સંપત્તિ કબજે