તમારા ફ્લેટની બાલકનીમાંથી તમે પંખીને ચણ આપી શકશો નહીં એવો વિસ્મયજનક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તમારી દ્રષ્ટિએ તમે ભલે સત્કાર્ય કરી રહ્યા હો, એને લઇને તમારા પાડોશીઓને તકલીફ પડી શકે છે.
જિગિષા ઠાકોર નામની મુંબઇવાસી એક મહિલાના કેસમાં મુંબઇ હાઇકોર્ટે ફ્લેટની બાલકનીમાંથી પંખીને ચણ નાખવા પર મૂકેલા પ્રતિબંધના ચુકાદાને જિગિષાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ યુ યુ લલિત અને ઇન્દુ મલ્હોત્રાએ આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે સહકારી સોસાયટીમાં રહેતા હોઇએ ત્યારે સોસાયટીના નીતિનિયમોનો અમલ કરવા દરેક સભ્ય બંધાયેલો હોય છે. પાડોશીઓ વાંધો લે તો તમે તમારા ફ્લેટની બાલકનીમાંથી પંખીઓને ચણ નાખી શકો નહીં. ૨૦૧૩ના સપ્ટેંબરની ૨૭મીએ મુંબઇની સિટિ સિવિલ કોર્ટે જિગિષાને ફ્લેટની બાલકનીમાંથી પંખીઓને ચણ નાખવાની ના પાડતો ચુકાદો આપ્યો એને જિગિષાએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
હાઇકોર્ટે સિટિ સિવલ કોર્ટના ચુકાદાને બહાલી આપતાં જિગિષાએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી તી. સુપ્રીમ કોર્ટે પણ મુંબઇની સિટિ સિવિલ કોર્ટના ચુકાદાને બહાલી આપી હતી.