સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા ક્રોસવર્ડના શો-રૂમના ટોઈલેટમાં ગયેલી સગીરાનો નગ્ન વીડિયો બનાવવાનો પ્રયાસ કરવાની ઘટના બની છે. અજાણી વ્યક્તિએ દરવાજાની નીચેથી મોબાઈલ વડે વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ જોઈ લેતા તેણે બુમાબુમ કરી હતી. તે શખ્સ ફરાર થઈ ગયો હતો. વસ્ત્રાપુર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
સગીરાએ તમે શું કરો છો કહીં બુમાબુમ કરી હતીઃ જીય્ હાઈવે પર રાજપથ ક્લબની બાજૂમાં મોન્ડેલ રિટેલ પાર્ક કોમ્પલેક્ષમાં ક્રોસવર્ડ બુક સ્ટોર છે. ગઈકાલે સાંજે સગીરા આ બુક સ્ટોરના ટોઈલેટમાં ગઈ હતી. આ દરમિયાન અજાણી વ્યક્તિએ બાથરૂમના દરવાજાના નીચેના ખુલ્લા ભાગથી મોબાઈલ વડે વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સગીરા જોઈ જતાં તમે શું કરો છો તેમ કહીં બુમાબુમ કરી હતી. દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જેથી અજાણી વ્યક્તિ ટોઈલેટમાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.