સ્વાઈન ફ્લુના અમદાવાદમાં પાંચ સહિત આજે રાજ્યમાં વધુ ૨૪ કેસો સપાટી ઉપર આવ્યા હતા. સ્વાઈન ફ્લુના કારણે વધુ એકનું મોત થતાં મોતનો આંકડો ૧૨૮ પર પહોંચ્યો છે. આજે જે નવા કેસો નોંધાયા હતા તે પૈકી સુરતમાં પણ પાંચ નવા કેસો નોંધાયા હતા. વડોદરામાં બે કેસો સપાટી ઉપર આવ્યા હતા. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. આજના આંકડાને ધ્યાનમાં ન લેવામાં આવે તો પણ સ્વાઈન ફ્લુનો સૌથી વધારે પ્રકોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળ્યો છે જ્યાં જાન્યુઆરી મહિનામાં આ રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા ૧૨૦૮ ઉપર પહોંચી હતી. જ્યારે અમદાવાદમાં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. સૌથી વધારે દર્દીઓ સુરત અને અમદાવાદ મહાનગરપાલિકા ક્ષેત્રમાં છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહેતા હવે સ્કુલ અને કોલેજો માટે પણ આરોગ્ય ચેતવણી જારી કરાઈ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્યત્ર વિસ્તારોમાં સ્વાઈન ફ્લુનો આતંક વધારે જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુને રોકવા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે. આજે નવા ૨૪ કેસની સાથે દર્દીઓની સંખ્યા ૪૩૨૦ થઇ ગયો છે. ગુજરાતમાં આજે પણ નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસો સૌથી વધુ નોંધાયા છે. અમદાવાદ સહિત જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યા હોવા છતાં દરરોજ નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. આજે મંગળવારના દિવસે વધએક વ્યક્તિનાના મોત સાથે મૃતકોની સંખ્યા પણ ૧૨૮ ઉપર પહોંચી ગઈ છે. પહેલી જાન્યુઆરીથી લઈને હજુ સુધી કુલ દર્દઓમાંથી ૩૬૧૭ જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. ૩૬૦થી વધુ લોકો રાજ્યની જુદી જુદી હોસ્પિટલમાં હજુ સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લુના સૌથી વધુ દર્દીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા છે. જે પૈકી મોતનો આંકડો પણ અમદાવાદમાં સૌથી વધારે નોંધાયો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુનો હાહાકાર રહ્યો છે. રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મનપા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે.